cf161d27f998c8bfab5cffda01b3405a
cf161d27f998c8bfab5cffda01b3405a
cf161d27f998c8bfab5cffda01b3405a
Home Gujarat ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના કયા ઉમેદવારે મારી બાજી? જુઓ આ...
ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના કયા ઉમેદવારે મારી બાજી? જુઓ આ રહી 26 ઉમેદવારોની તસવીરો
અમદાવાદ: આખો દેશ લોકસભા ચૂંટણીના પરિણામની રાહ જોઈ રહ્યું હતું. જોકે કોઈને આશા પણ નહતી તેવા લોકસભાના પરિણામ આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 300 જેટલી બેઠકો પર સ્પષ્ટ બહુમત સાથે જીત મેળવી છે. જોકે 2014ની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. ગુજરાતની હાઇપ્રોફાઈલ બેઠક એવી એક ગાંધીનગરથી અમિત શાહે કોંગ્રેસના સી.જે.ચાવડાને 5,57,014 રેકોર્ડ મતોથી પરાજય આપ્યો છે.
cf161d27f998c8bfab5cffda01b3405a
અમદાવાદ: આખો દેશ લોકસભા ચૂંટણીના પરિણામની રાહ જોઈ રહ્યું હતું. જોકે કોઈને આશા પણ નહતી તેવા લોકસભાના પરિણામ આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 300 જેટલી બેઠકો પર સ્પષ્ટ બહુમત સાથે જીત મેળવી છે. જોકે 2014ની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. ગુજરાતની હાઇપ્રોફાઈલ બેઠક એવી એક ગાંધીનગરથી અમિત શાહે કોંગ્રેસના સી.જે.ચાવડાને 5,57,014 રેકોર્ડ મતોથી પરાજય આપ્યો છે.
અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો.કિરીટ સોલંકીની 3,20,444 લાખ મતોથી જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારને 3,17,797 લાખ મત મળ્યાં છે.
અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખભાઈ પટેલે કોંગ્રેસના ગીતા પટેલને 4,32,458 મતોથી પછાડ્યા છે.
અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ભાજપના ઉમેદવાર નારાયણ કાછડિયાની 2,00,791 લાખ મતોથી જીત થઈ છે.
આણંદથી ભાજપના મિતેષ પટેલે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને 1,97,718 મતથી હાર આપી છે.
બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલે કોંગ્રેસના પરથી ભટોળને 3,66,204 મતોથી પછાડ્યા છે.
બારડોલી બેઠક પરથી ભાજપના પ્રભુ વસાવાએ કોંગ્રેસના તુષાર ચૌધરીને 2,15,447 મતથી હાર આપી છે.
ભરૂચ બેઠક પરથી મનસુખ વાસાવાએ કોંગ્રેસના શેરખાન પઠાણને 3,34,214 મતથી પરાજય આપ્યો છે.
ભાવનગર બેઠક પરથી ડો. ભારતીબેન શિયાળે કોંગ્રેસના પટેલ મનહરભાઈને હાર આપી. 2014માં ભારતીબેનનો 2,95,488 મતથી વિજય થયો હતો.
છોટા ઉદેપુર સીટ પરથી ભાજપના ગીતાબેન રાઠવાએ કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 3,77,943 વોટથી પછાડ્યા છે.
દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર 1,26,917 મતથી જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાને 4,22,949 લાખ વોટ મળ્યાં હતાં.
જામનગર સીટ પરથી પૂનમ માડમે મૂળુભાઈ કંડોરિયાને 2,36,804 મતથી પછાડ્યા છે.
જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાએ પૂજાભાઈ વંશને 1,50,185 વોટથી હરાવ્યા છે.
ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 3,65,953 લાખ મતથી જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહને 3,45,804 લાખ મત મળ્યાં હતાં.
કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડાએ ફરી જીત મેળવી છે. વિનોદ ચાવડાએ નરેશ મહેશ્વરીને 3,05,513 મતથી હાર આપી છે.
મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલનો 2,71,466 લાખ મતોથી વિજય થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલને 3,66,898 લાખ મત મળ્યાં હતાં.
નવસારી બેઠક પરથી સી.આર.પાટીલે જીતની હેટ્રિક લગાવી છે અને કોંગ્રેસના ધર્મેશ પટેલને 6,89,668 મતના જંગી અંતરથી હાર આપી રેકોર્ડ સર્જ્યો છે.
પંચમહાલ બેઠક પર ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ 4,13,155 લાખ મતોથી જીત મેળવી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર વી.કે. ખાંટને 2,96,027 મત મળ્યાં હતાં.
પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના જગદીશ ઠાકોરને 1,93,879 મતથી પરાજય આપ્યો છે.
પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકને 5,59,575 લાખ મત મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને 3,31,318 લાખ મત મળ્યાં હતાં. ભાજપના ઉમેદવારનો 2 લાખ મતથી વિજય થયો હતો.
રાજકોટ બેઠક પરથી ભાજપના મોહનભાઈ કુંડારિયા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને 3,68,407 મતથી હાર આપી હતી.
સાબરકાંઠા બેઠક પરથી રાઠોડ દિપસિંહે કોંગ્રેસના ઠાકોર રાજેન્દ્રસિંહને 2,68,987 મતથી હરાવ્યા. 2014માં પણ દિપસિંહ રાઠોડે 84,455 મતથી વિજય મેળવ્યો હતો.
સુરત બેઠક પરથી દર્શના જરદોશે પણ જીતની હેટ્રિક લગાવી છે. કોંગ્રેસના અશોક અધેવાડા 5,48,230 મતોથી પરાજય થયા છે.
સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપરાની 2,64,008 લાખ મતોથી વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલને 3,38,129 લાખ મત મળ્યાં છે.
વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટે કોંગ્રેસના પ્રશાંત પટેલને 5,84,915 મતથી પરાજય આપ્યો છે.
વલસાડમાં ડો.કે.સી.પટેલે કોંગ્રેસના જીતુ ચૌધરીને 3,53,797 મતથી પછાડ્યા હતાં.
cf161d27f998c8bfab5cffda01b3405a
? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #InfinitePossibilities Dive into this exciting adventure of discovery and let your mind roam! ? Don’t just read, experience the thrill! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the realms of endless wonder! ?