Monday, April 15, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: યુવતીને અન્ય યુવતી સાથે મિત્રતા કરને ઘરે બોલાવી ભારે...

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: યુવતીને અન્ય યુવતી સાથે મિત્રતા કરને ઘરે બોલાવી ભારે પડ્યું

ahmedabad chokavnaro kisso: સોશિયલ મીડિયાના જમાનામાં ઓનલાઇન મિત્રો બનાવવાનું અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને ભારે પડી ગયું હતું. સરખેજના ફતેવાડી વિસ્તારમાં ઘરમાં એકલી રહેતી યુવતી ગંભીર બીમારીથી પીડાતી હતી. સોશિયલ મીડિયા મારફત એક યુવતીનો સંપર્ક થયો હતો અને તેની મિત્ર બની હતી. બંનેની મિત્રતા આગળ વધી હતી, એમાં એકલી રહેતી યુવતીને અન્ય યુવતીએ પોતાની જાળમાં ફસાવી અને તું એકલી રહે છે તો હું તને દરેક રીતે મદદ કરીશ એમ કહીને તેના ઘરે રહેવા આવી ગઇ હતી. બાદમાં પીડિતાના ઘરે આવીને આરોપી યુવતી ઓનલાઈન દેહવ્યાપાર અને ડ્રગ્સનો ધંધો કરવા લાગી હતી. યુવતીના ઘરનો ઉપયોગ કરી હોટલ તરીકે કરવા લાગી અને દરરોજ અલગ અલગ ગ્રાહકોને ઘરમાં બોલાવીને પોતે શારીરિક સંબંધ બાંધતી હતી, ડ્રગ્સ પણ ત્યાં જ વેચતી હતી.

આ અંગે પીડિત યુવતીને જાણ થતાં તેણે તેની ફ્રેન્ડને આવું કામ કરવા પોતાના ઘરનો ઉપયોગ કરવાની ના પાડી અને ઘરમાંથી બહાર નીકળી જવા કહ્યુ હતું. આ બાબતે યુવતીએ તેની સાથે બોલાચાલી કરતાં તેને ડ્રગ્સ આપવાની કોશિશ કરી હતી. જોકે તેણે ઝપાઝપી કરીને તાત્કાલિક પોતાના પિતાને જાણ કરી હતી. યુવતીના પિતાએ મહિલા હેલ્પલાઈનની મદદ લેતાં પોલીસ અને મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. જોકે યુવતીની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 મારફત સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, સાથે રહેનારી યુવતી અને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં.

શહેરના સરખેજ ફતેવાડી વિસ્તારમાં એક 20 વર્ષીય શિક્ષિત યુવતી ઘરમાં એકલી રહેતી હતી. તેના માતાના નિધન બાદ પિતા ભાવનગર ખાતે રહેતા હતા અને યુવતી અહીં એકલી રહેતી હતી. યુવતીને ગંભીર બીમારી હતી, જેથી તેના ઘરમાં નોકરો તેની સેવા કરતા હતા. સોશિયલ મીડિયા મારફત યુવતી એક 22થી 25 વર્ષની ઉંમરની યુવતીના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતચીત થતી હતી. એ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે પોતાને આવી ગંભીર બીમારી છે અને પોતે એકલી રહે છે, જેથી તે યુવતીએ ઘરમાં રહી હોસ્પિટલ, દવા વગેરે રીતે પોતાને મદદ કરશે અને સાથે રહેશે એમ કહ્યું હતું. યુવતી તેના ઘરે રહેવા આવી ગઈ હતી. એક મહિના સુધી તો બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ ત્યાર બાદ ધીમે ધીમે યુવકો તેના ઘરે આવવા લાગ્યા હતા. એક-બે વખત યુવકો આવતાં એવું લાગ્યું કે તેના મિત્રો હશે, પરંતુ અલગ અલગ યુવકો આવતા હતા.

યુવકો એક-એક કલાક સુધી બેડરૂમમાં રહેતા
રોજ અલગ અલગ યુવકો આવતા અને એક-એક કલાક સુધી બેડરૂમમાં જ જતા રહેતા હતા, જેથી આ બાબતે પીડિત યુવતીએ આરોપી યુવતીને પૂછ્યું હતું, તો તેણે જણાવ્યું હતું કે હું ઓનલાઈન દેહવ્યાપાર કરું છું. ઓનલાઈન લોકોને સંપર્ક કરી દેહવ્યાપાર કરું છું. હું ડ્રગ્સ પણ વેચું છું. આથી યુવતીએ આવું કરવાની ના પાડી હતી. પોતાના ઘરમાં રહી આવા ધંધા ન કરવા જણાવતાં તે યુવતીએ પોતાના બે મિત્રોને પોલીસ તરીકે બોલાવ્યા હતા. ખોટી પોલીસની ઓળખ આપીને રેડ છે કહી તેને ધમકાવી પણ હતી. જોકે આ અંગે યુવતી સરખેજ પોલીસ સ્ટેશનમાં જઈને આવી કોઈ જગ્યાએ રેડ કરી છે કે કેમ એ અંગે તપાસ કરી તો તે ખોટા પોલીસ હોવાનું જાણવા મળ્યું હતું.

યુવતી પોતાના ઘરે હતી. એ દરમિયાન ફરીથી યુવતી અને બે મિત્રો આવ્યાં હતાં અને આ યુવકોએ પોતાની સાથે ડ્રગ્સ લઈને આવ્યા હતા, જે ડ્રગ્સ યુવતીના ઘરમાં મૂકવાની કોશિશ કરી હતી, જેથી યુવતીએ તેમની સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરી હતી. આ અંગે બોલાચાલી થતાં યુવતીએ પોતાના ભાવનગર ખાતે રહેતા પિતાને જાણ કરી હતી. દીકરી તકલીફમાં હોવાથી તરત જ તેમણે મહિલા હેલ્પલાઈનની ટીમને જાણ કરી હતી અને તેમણે પોલીસને પણ જાણ કરી દીધી હતી, જેથી પોલીસ અને મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. જોકે અગાઉ યુવતી અને બંને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page