Thursday, April 18, 2024
Google search engine
HomeNationalલગ્નમાં એશની લાડલીના આ કામ પર થઈ રહ્યા છે બચ્ચન પરિવારે આપેલા...

લગ્નમાં એશની લાડલીના આ કામ પર થઈ રહ્યા છે બચ્ચન પરિવારે આપેલા સંસ્કારની વાતો

મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચન આટલી મોટી સ્ટાર હોવા છતાંય પરિવારિક સંબંધો જાળવવામાં ક્યારેય પાછી પડતી નથી. તે અવારનવાર સંબંધીઓની પાર્ટી તથા લગ્નમાં પતિ અભિષેક તથા દીકરી આરાધ્યા સાથે જતી હોય છે. આ વર્ષની શરૂઆતમાં ઐશ્વર્યાના પિયરમાં લગ્ન હતા. કઝિન સિસ્ટર શ્લોકા શેટ્ટીના લગ્ન બેંગલુરુમાં હતા. ઐશ્વર્યા પતિ તથા દીકરી સાથે આવી હતી. હાલમાં સો.મીડિયામાં આ લગ્નની તસવીરો વાઇરલ થઈ છે.

કઝિનના લગ્નમાં ઐશ્વર્યા તમામ સંબંધીઓને મળી હતી. ત્રણેયે સંગીત સેરેમનીમાં ધમાકેદાર ડાન્સ કર્યો હતો. લગ્નમાં ઐશ્વર્યા મરુન ટ્રેડિશનલ આઉટફિટમાં ઘણી જ સુંદર લાગતી હતી. તેણે ટીકો, ચાંદલો તથા લાઇટ નેકપીસ પહેર્યો હતો. તેણે વાળ ખુલ્લા રાખ્યાં હતાં.

આરાધ્યા પણ ઓફ વ્હાઇટ લહેંગામાં જોવા મળી હતી. આરાધ્યાએ લહેંગા સાથે ટીકો, ઇયરરિંગ્સ, પાટલા પહેર્યા હતા. આ ડ્રેસઅપમાં આરાધ્યા ઘણી જ ક્યૂટ લાગતી હતી. અભિષેક બચ્ચને શેરવાની પહેરી હતી. વીડિયોમાં અભિષેક પત્ની તથા દીકરી સાથે લગ્ન કરે છે. સંગીત સેરેમનીમાં ઐશ્વર્યાએ સિલ્વર રંગનું લોંગ ગાઉન પહેર્યું હતું અને આરાધ્યા રેડ લહેંગામાં ઘણી જ સુંદર લાગતી હતી.

વેડિંગ ફંક્શનની અન્ય તસવીરો પણ સામે આવી હતી, જેમાં આરાધ્યા દુલ્હન (માસી)ને ગળે લગાવતી જોવા મળી હતી. આ તસવીરથી એ વાત સ્પષ્ટ થાય છે કે આરાધ્યા પોતાના મોસાળના સભ્યો સાથે ઘણી જ નિકટ છે. વિદાયની એક તસવીર પણ સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે શ્લોકા શેટ્ટી વિદાય સમયે આરાધ્યાને ગળે લગાવીને રડી ત્યારે તેણે એવું કહ્યું હતું કે રડશો નહીં માસી, તે છે ને.

ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા દીકરી સાથે ઘણો જ ટાઇમ સ્પેન્ડ કરે છે. ઐશ્વર્યા તમિળ ફિલ્મ ‘પોન્નીયન સેલવાન’માં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page