Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalપ્રેમિકા પ્રેમી સાથે રાતને બનાવતી હતી રંગીન ને અચાનક પતિને જોતા...

પ્રેમિકા પ્રેમી સાથે રાતને બનાવતી હતી રંગીન ને અચાનક પતિને જોતા…

બિહારના લખીસરાયથી શારીરિક સંબંધોમાં થયેલ હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાનો પતિ ઘણાં મહિનાઓ સુધી કામને લઈને ઘરેથી બહાર રહેતો હતો. તે દરમિયાન તેની પત્ની કોઈ અન્ય શખ્સના પ્રેમમાં પડી હતી અને સંબંધો બાંધ્યા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાના પતિએ તેની પત્નીને તેના પ્રેમી સાથે આપત્તિજનક હાલતમાં જોઈ લીધી હતી. ત્યાર બાદ જે થયું તે કલ્પના બહારનું હતું.

આ ઘટના લખીસરાય જિલ્લાના મેદનીચોક વિસ્તારના ઋષિ પહાડપુર ગામની છે. ગામમાં થોડા દિવસ પહેલાં એક યુવક ગાયબ થઈ ગયો હતો. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. બુધવારે રોહિતનો મૃતદેહ નદીમાંથી મળ્યો હતો. પોલીસે મૃતદેહે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક યુવકના ગામની જ એક મહિલા સાથે શારીરિક સંબંધો હતાં.

પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પુરન પાસવાન પટનામાં કળિયાકામ કરતો હતો અને તે ઘર કરતાં બહાર વધારે રહ્યો હતો. આ દરમિયાન તેની પત્નીના સંબંધ પાડોશમાં રહેતા ગામના એક યુવક રોહિત યાદવ સાથે બંધાયા હતાં. અચાનક 31 ડિસેમ્બરે પુરન પાસવાન મોડી રાતે પટનાથી પરત ફર્યો હતો ત્યારે તેણે તેની પત્નીને રોહિતની સાથે આપત્તિજનક અવસ્થામાં પકડી લીધી હતી. પાસવાને પત્નીને કંઈક કહ્યું નહીં પરંતુ રોહિત યાદવના માથામાં કુહાડીથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી અને તેના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. મૃતદેહને સગેવગે કરવામાં તેની પત્નીએ પણ સાથ આપ્યો હતો.

રોહિતનું ગૂમ હોવાની સૂચના પર પોલીસે એક ખાસ ટીમનું નિર્માણ કર્યું. જેમાં મેદનીચોક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રૂબીકાંત કચ્છતપ અને હસલીને સામેલ કરવામાં આવ્યા. ખાસ ટીમે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી અને સર્વિલાન્સ અને ફોન કોલથી પોલીસને માહિતી મળી કે, મૃતકની છેલ્લી વાત પિંકી દેવી સાથે થઈ હતી. પોલીસે તરત જ પિંકી દેવીને પૂછપરછ માટે ઉઠાવી. ત્યાર બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

પિંકી દેવીની નિશાનદેહી પર પોલીસે પટનાથી પુરન પાસવાનને પણ ઘરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, પુરન પાસવાન અને પિંકી દેવીએ સાથે મળીને રોહિત યાદવની હત્યા કરી હતી અને મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. રોહિત 31 ડિસેમ્બરે ગાયબ થયો હતો અને ત્રણ જાન્યુઆરી તે ઘટનાની ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસે આરોપીના કહેવા પર SDRFની ટીમની મદદથી રોહિતના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. એસડીસીઓ રંજન કુમાર પોલીસના જણાવ્યા પ્રમાણે શારીરિક સંબંધોમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. પિંકી દેવી પર પહેલા પણ ઘણાં યુવકો સાથે સંબંધો હોવાના આરોપો લાગી ચૂક્યા છે. જોકે હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા છે. બન્ને આરોપીઓ પર અપહરણ અને હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page