Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalપ્રેમીપંખીડા ઝેર ખાવા ગયા, પ્રેમીએ ઝેર ખાધા બાદ પ્રેમીકા પલ્ટી ગઈ અને...

પ્રેમીપંખીડા ઝેર ખાવા ગયા, પ્રેમીએ ઝેર ખાધા બાદ પ્રેમીકા પલ્ટી ગઈ અને…

એક અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. એક પ્રેમી યુગલને પરીવારજનોએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ પ્રેમીપંખીડાએ એક સાથે જીવવા-મરવાની કસમ ખાધી. બંનેએ એક સાથે ઝેર પીને જીવનનો અંત આણવાનું નક્કી કર્યું. પ્રેમીએ તો ઝેર પી લીધું, પણ જ્યારે પ્રેમિકાનો ઝેર પીવાનો વારો આવ્યો તો તેણે પલ્ટી મારી દીધી હતી. એટલું જ નહીં પ્રેમીને ગંભીર હાલતમાં છોડીને પ્રેમિકા રફુચક્કર થઈ ગઈ હતી.

આ અનોખી પ્રેમ કહાની બિહારના મુંગેર જિલ્લાની છે.વઅહીંના રાજવાટી ગામના બસ સ્ટેશનમાં લોકોએ એક યુવકને ગંભીર સ્થિતિમાં જોયો હતો. તેના મોંઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. લોકોએ તેની ઓળખ સોનુ કુમાર તરીકે કરી હતી. બાદમાં યુવકના પરીવારજનોએ આની જાણકારી આપવામાં આવી હતી. સૂચના મળતાં પરિવારજનોએ તાત્કાલિક પહોંચી યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સમયસર સારવાર મળી જતાં યુવકનો જીવ બચાવવામાં ડૉક્ટરને સફળતા મળી હતી. હાલ યુવકની સ્થિતિ સુધારા પર છે.

આ અંગે પ્રેમી સોનુ કુમારે પોલીસને જણાવ્યું હતું કે તે લુધિયાણામાં કામ કરે છે. તે તેના મામાના ગામ ગાલિમપુર આવતો જતો હતો. જે દરમિયાન પરિણીત યુવતી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. જ્યારે પ્રેમપ્રસંગની ખબર પડી જતાં યુવતી તેના પતિને છોડીને પિયર આવી ગઈ હતી. થોડા દિવસ પહેલા પ્રેમિકાએ બોલાવતા સોનુ કુમાર લુધિયાણાથી પ્રેમિકાને મળવા તેના ઘર અભયપુર આવ્યો હતો. જોકે યુવતીના પરિવારજનોએ યુવતીને સોનુ સાથે જવા દીધી નહોતી.

સોનુ કુમારે ભાવુક થઈને જણાવ્યું હતું કે કે પરિવારજનોએ ના પાડતાં અમે બંનેએ એક સાથે મરવાની કસમ ખાધી હતી. બંને ઝેરી દવા લઈને ગામના બસસ્ટેશન પહોંચી ગયા હતા. સોનુએ જણાવ્યું હતું કે કે મેં ઝેર પીધું હતું, પણ પ્રેમીકા પલ્ટી ગઈ હતી. પ્રેમિકાના આ વલણથી તે દુ:ખી છે.

સોનુ કુમારે રડતાં રડતાં કહ્યું કે અમે એકબીજા વગર રહી નહોતા શકતા એટલે સાથે ઝેર ખાવાનો નિર્ણય કર્યો હતો, પણ મને નહોતી ખબર કે પ્રેમિકા મરવા માટે તૈયાર નથી. તેણે કહ્યું કે પ્રેમિકાએ મને દગો આપ્યો છે. સોનુના પરિવારજનો પણ તેની હાલત જોઈને દુ:ખી દુ:ખી થઈ ગયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page