Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodબોલિવૂડની આ અભિનેત્રી પતિ સાથે હનિમૂન મનાવવા માલદિવ્સ પહોંચી

બોલિવૂડની આ અભિનેત્રી પતિ સાથે હનિમૂન મનાવવા માલદિવ્સ પહોંચી

મુંબઈ: થોડા દિવસ પહેલાં છાનામાના લગ્ન કર્યાં બાદ હવે અભિનેત્રી આરતી છાબરિયા હનીમૂન માટે પતિ સાથે માલદિવ્સ પહોંચી છે. હનીમૂનની ઘણી તસવીરો અભિનેત્રી જ્યાંની કેટલીક તસવીરો તેણે શેર કરી છે. આરતીએ મુંબઈમાં પોતાના બોયફ્રેન્ડ વિશારદ બીડસી સાથે 24 જૂને લગ્નના સાત ફેરા ફરી હતી. તસવીરો વાયરલ થયા બાદ અભિનત્રીએ લગ્ન કર્યા હોવાનું બધાંને જાણ થઈ હતી.

આરતી હાલ પતિ સાથે હનીમૂન પર છે. ત્યારે પતિ સાથે પણ કેટલીક તસવીરો તેણે શેર કરી છે. જેમાં બંનેના હાથમાં નારિયેળ પાણી અને પાસે થોડો સામાન પણ જોવા મળ્યો હતો. આ તસવીરના કેપ્શનમાં આરતીએ લખ્યું હતું કે, અંતે આરામ કરવાનો સમય મળ્યો. આરતીનો પતિ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે.

36 વર્ષની આરતી લગ્નના દિવસે ઘણી ખુશ અને સુંદર જોવા મળી રહી હતી. આરતીએ જે બીજી તસવીર શેર કરી છે તેના કેપ્શનમાં લખ્યું હતું કે, નસીબને લઈને બેસી ન રહો.

પોતાના સપના પૂરાં કરવા માટે કામ કરો. ઉંઘતા-ખાતા-જાગતા પોતાના સપનાઓ પૂરા કરવા માટે તેના વિશે જ વિચારો’. ઉલ્લેખનીય છે કે આરતી એક સારી મોટિવેશનલ સ્પીકર પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page