Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature Rightમકાનના ત્રીજા માળે પહોંચી ગયો સાંઢ, પરિવારે રૂમનો દરવાજો ખોલ્યો તો જોઈને...

મકાનના ત્રીજા માળે પહોંચી ગયો સાંઢ, પરિવારે રૂમનો દરવાજો ખોલ્યો તો જોઈને આંખો ફાટી રહી ગઈ

એક આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. એક સાંઢ ત્રણ માળના મકાનમાં ઘૂસી ગયો હતો. એટલું જ નહીં સાંઢ મકાનના સૌથી ઉપરના માળે આવેલા રૂમમાં પહોંચી ગયો હતો. જ્યારે ઘરના લોકોએ રૂમનો દરવાજો ખોલ્યો તો જોઈને તેમને આંખો ફાટી રહી ગઈ હતી. સાંઢ બેડ પર આરામ ફરમાવતો હતો. તેણે બેડ પર જ પોદળા પણ કર્યા હતા.

આ મામલો મધ્યપ્રદેશના રીવાનો છે. અહીં રહેતા એક પરિવારના ઘરનો ગેટ ખુલ્લો રહી જતાં સાંઢ ઘરમાં પ્રવેશી ગયો હતો. ઘરની અંદર સીઢીઓથી આ સાંઢ ત્રણ માળના મકાનના સૌથી ઉપરના રૂમમાં પહોંચી ગયો હતો. જ્યારે અચનાક પરિવારના લોકોએ રૂમમાં અજીબ અવાજ સાંભળ્યો તો તે રૂમ પાસે પહોંચી ગયા હતા.

રૂમમાં સાંઢને જોઈને પરિવારના લોકોના હોશ ઉડી ગયા હતા. સાંઢ આરામથી બેડ પર બેઠો હતો. તેણે બેડ પર જ પોદળા પણ કર્યા હતા. આ ઉપરાંત તેણે રૂમમાં રાખેલો સામાન પણ તોડી નાખ્યો હતો. સાંઢ પાસે જવાની કોઈ હિંમત કરી શકતું નહોતું. બીજી શોરબકોર સાંભળીને ઘટનાસ્થળે લોકની ભીડ એકઠી થઈ ગઈ હતી.

સાંઢે રૂમની અંદર ખૂબ ઉત્પાત મચાવ્યો હતો. આ દરમિયાન લોકોએ સાંઢનો વીડિયો બનાવી લીધો હતો. બાદમાં સાંઢને ત્રીજા માળે રૂમથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મકાન માલિકના કહેવા મુજબ કલાકોની મહેતના અંતે સાંઢને મકાનની બહાર કાઢી શકાયો હતો.

આ ઘટનાને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરમાં રખડતા પુશઓનો આતંક છે. દરવાજો ખુલ્લો જોતા જ ઘરોમાં પ્રવેશ કરી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page