Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratજીજાજીએ 5 વર્ષના સાળાને રહેંસી નાખ્યો, ચાર બહેનોએ એકને એક લાડકો ભાઈ...

જીજાજીએ 5 વર્ષના સાળાને રહેંસી નાખ્યો, ચાર બહેનોએ એકને એક લાડકો ભાઈ ગુમાવ્યો

થોડા સમય પહેલા જ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી પાંચ વર્ષનો રિયાન ગાયબ થઈ ગયો હતો જેને શોધવા પોલીસ અને પરિવારના સભ્યોએ રાત-દિવસ એક કરી નાખી હતી. પરંતુ નાનકડા ટેળિયાની લાશ કેનાલમાંથી મળી આવી હતી જે જોઈ પરિવાર પર આભ ફાટ્યું હતું. ત્યાર પોલીસે વધુ તપાસ કરવાનું શરૂ કર્યું હતું જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, રિયાનની બહેન અને બનેવી વચ્ચે અણબનાવ બન્યો હતો જેની અદાવતમાં બનેવીએ રિયાનનું પહેલાં અપહરણ કર્યું હતું ત્યાર બાદ તેની હત્યા કરી લાશ કેનાલમાં નાંખી દીધી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારના દાણીલીમડા નજીક રહેતા શેખ પરિવારનો પાંચ વર્ષનો પુત્ર રિયાન શેખ થોડા દિવસો પહેલા અચાનક ગાયબ થઈ ગયો હતો. જેને શોધવા પરિવારના સભ્યોએ તનતોડ મહેતન કરી હતી જોકે મળ્યો નહતો. ત્યાર પોલીસને જાણ કરવામાં આવી હતી, સમગ્ર ઘટનાની માહિતી મેળવી પોલીસ અને પરિવારના સભ્યોએ રાત-દિવસ શોધી રહ્યા હતાં પરંતુ પાંચ વર્ષનો ટેળિયો મળ્યો નહતો જેને લઈને પરિવાર ખૂબ જ ચિંતિત હતો. પરિવાર રડી-રડીને અડધો થઈ ગયો હતો.

મહત્વની વાત એ છે કે, ચાર બહેનોને એકનો એક ભાઈ રિયાન પરિવારમાં ખૂબ જ લાડકવાયો હતો જ્યારે રિયાન અચાનક ગાયબ થઈ ગયો હતો ચાર બહેનો સહિત પરિવાર ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયો હતો. આ ઘટનાને અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે પણ તમામ જગ્યાએ શોધખોળ કરી પણ રિયાન મળ્યો નહતો.

પરંતુ એક દિવસ ચાંગોદર પાસે આવેલી કેનાલમાં એક બાળકની મૃતદેહ મળ્યો હોવાની પોલીસને જાણ થઈ હતી પછી પોલીસે તાત્કાલિક પરિવારને આ વાતની જાણ કરી હતી. પરંતુ પરિવારને તો એમ હતું કે, તે થોડી રિયાનની લાશ હશે. પરંતુ મૃતદેહ જોઈ પરિવાર પર આફ તુટી પડ્યું હતું. આખો પરિવાર રડી-રડીને અડધો થઈ ગયો હતો.

સુત્રો પ્રમાણે જાણવા મળ્યું હતું કે, રીયાનની એક બહેનના લગ્ન થઈ ગયા હતા. તેને અને તેના પતિ વચ્ચે ઝગડો થયો હતો અને ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. ત્યાર બાદ પતિએ સાળા રિયાનને રસ્તામાં હટાવી દેવાનું નક્કી કર્યું હતું. જેને લઈને તેણે પ્લાન ઘડ્યો હતો. ત્યાર બાદ પતિએ સાળા રિયાનનું અપહરણ કરીને હત્યા કરી લીધી હતી ત્યાર બાદ પતિએ તેના સાળા રિયાનને કેનેલમાં નાંખી દીધો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page