Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightબ્યૂટીપાર્લરમાં તૈયાર થઈને એક યુવતી રોજ ઘરે આવતી, ઘૂંઘટ હટ્યો તો બધાના...

બ્યૂટીપાર્લરમાં તૈયાર થઈને એક યુવતી રોજ ઘરે આવતી, ઘૂંઘટ હટ્યો તો બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ

ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લાના એક ગામમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. ગામના એક ઘરમાં મંગળવારે એક દુલ્હને એન્ટ્ર્રી મારી હતી. ઘૂંઘટ ઓઢેલી મહિલાને જોઈને પરિવાર અવાક રહી ગયો હતો. જ્યારે લોકો એ મહિલાને પકડીને ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે હકીકત સામે આવતા બધાની આંખો પહોળી થઈ હતી.

વાત એમ છે કે ભદોહી જિલ્લાના ગોપીગંજમાં એક પ્રેમી તેની પ્રેમિકાને મળવા માટે હાથમાં કંગન, માથામાં બિંદી અને નકલી વાળ લગાવીને આવ્યો હતો. સાડી પહેરીને પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીની પરિવારવાળાએ ઓળખી લીધો હતો અને તેની ધોલાઈ કરી હતી.

સૂત્રો મુજબ આ પ્રેમી ત્રણ દિવસ પહેલા આ પરિવારમાં યોજાયેલા એક લગ્નમાં સ્ત્રીનો વેશ ધારણ કરીને હાજર રહ્યો હતો. પ્રેમિકાને મળવા માટે પ્રેમિએ આ અલગ જ રીત અપનાવી હતી. એટલું જ નહીં સ્ત્રી વેશ ધારણ કરતાં પહેલાં તે બ્યૂટી પાર્લરમાં તૈયાર થવા પણ જતો હતો. જ્યાંથી સજીધજીને તે પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચતો હતો.

ઘટનાસ્થળે હાજર લોકોના કહેવા મુજબ દુલ્હનના વેશમાં આવેલો પ્રેમી ઘરની મહિલાઓ સાથે સ્ત્રીનો અવાજ કાઢી વાત પણ કરતો હતો. જ્યારે ઘરની મહિલાઓએ ઉત્સુકતાથી તેને ઘૂંઘટ હટાવવાનું કહ્યું તો તે આનાકાની કરવા લાગ્યો હતો. જ્યારે અચાનક ઘૂંઘટ હટ્યો તો બધા આશ્ચર્યથી જોતા જ રહી ગયા હતા.

ત્યાર બાદ ઘરના પુરુષોએ યુવકનો ઘૂંઘટ પરાણે હટાવી તેની ધોલાઈ કરી હતી. જ્યારે યુવકને ઘરની બહાર લાવવામાં આવ્યો ત્યારે લોકોએ હલ્લબાલો મચાવ્યો હતો. દરમિયાન યુવક ઘરની બહાર પહેલાથી હાજર બે બાઈક સવાર પર દોડીને બેસી ગયો હતો અને ભાગી છૂટ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page