Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratગુજરાતના ગામડાની દીકરીનો ધમાકો, માત્ર 25 વર્ષની ઉંમરમાં બની ગઈ DYSP,...

ગુજરાતના ગામડાની દીકરીનો ધમાકો, માત્ર 25 વર્ષની ઉંમરમાં બની ગઈ DYSP, વાંચીને વિશ્વાસ નહીં થાય

સાબરકાંઠા જિલ્લાના એક નાનકડાં ગામડાની એક યુવતી જેને પોતાના સપનાને સાકાર કરવા રાત-દિવસ મહેતન કરીને પોતાનું સપનું સાકાર કર્યું છે. રાત-દિવસ મહેનત કરીને મનીષાબેન દેસાઈ હાલ 25 વર્ષની ઉંમર DySP બન્યા છે. તેમની આ સફળતા જોઈ તેમના પિતાની છાતી ગજગજ ફૂલી રહી છે જ્યારે સમાજને પણ મનીષાબેન ઉપર ગર્વ થઇ રહ્યો છે અને મનીષાબેનની ઉપર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

મનીષાબેનના પીતાં બળદેવભાઈ દેસાઈ પણ પોલીસમાં છે. તેઓ પોલીસ કોન્સ્ટેબલમાંથી પ્રમોશન મેળવી અને પોલીસ ઇન્સ્પેકટરની કક્ષા સુધી પહોંચ્યા હતા. ત્યારે હવે તેમની દીકરી જયારે DYSP બની ગયા છે ત્યારે એક પિતાને પણ દીકરી ઉપર ગર્વ થઇ રહ્યું છે.

મનીષાબેન માટે પણ આ સફળતા મેળવવી એટલી સહેલી નહોતી. તેમને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે. માત્ર 22 વર્ષની ઉંમરમાં જ તેને સિવિલ એન્જીનીયરીંગ પૂર્ણ કરીને જીપીએસસીની તૈયારી કરવાની શરૂઆત કરી હતી.

23 વર્ષની ઉંમરે પહોંચતા પહેલા જ તેમને વર્ષ 2018-19માં પ્રથમ પ્રયત્ને જ જીપીએસસીની મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ કરી દીધી. જેના બાદ તેઓ આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે અંજારમાં ફરજ ઉપર લાગ્યા હતા પરંતુ તેમનું લક્ષ્ય હજુ આગળ વધવાનું હતું.

આસી. ટીડીઓની નોકરીની સાથે સાથે તેમને જીપીએસસીની તૈયારી ચાલુ જ રાખી અને 24 વર્ષની ઉંમર પહેલા જ ફરીવાર GPSCની પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા પાસ કરી અને પોલીસ ઇન્સ્પેકટર બની ગયા. પરંતુ હજુ તે પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહોતા, જેના કારણે તેમને તૈયારીઓ ચાલુ જ રાખી.

મનીષાબેનના ધ્યેય, નિશ્ચય, આત્મવિશ્વાસ અને અથાગ મહેનતના પરિણામે ત્રીજીવાર આપેલી જીપીએસસીની પરીક્ષા પણ તેમને પાસ કરી અને 25 વર્ષની ઉંમર પહેલા જ તે DYSP બની ગયા, અને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું.

પોલીસમાં આવવાનું સપનું મનીષાબેને નાનપણથી જ જોયું હતું. તેમને ગવર્મેન્ટ ફિલ્ડ પણ એટલે જ પસંદ કરી કે તે પોલીસમાં જોડાઈ શકે. મનીષાબેને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે પણ પોતાની ફરજ દરમિયાન ખુબ જ સારી કામગીરી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page