બોલિવૂડ એક્ટ્રેસિસમાં કોની પાસે છે સૌથી મોંઘું મંગળસૂત્ર, આવી જાય એક વૈભવી ફ્લેટ

Bollywood Feature Right

મુંબઈઃ ઐશ્વર્યા રાય હોય કે દીપિકા પાદુકોણ, લગ્ન માટે દરેક હિંદુ મહિલા માટે મંગળસૂત્રનું ખાસ મહત્વ છે. ફિલ્મી દુનિયામાં એવી પણ એક માન્યતા છે કે, એક્ટ્રેસિસ તેમનાં લગ્નમાં મંગળસૂત્ર પાછળ સારો એવો ખર્ચ કરે છે. આજકાલ એક્ટ્રેસિસ ગળાની જગ્યાએ હાથમાં મંગળસૂત્ર પહેરવાનું પસંદ કરે છે, છતાં મંગળસૂત્રની આદત તો નથી જ છૂટી. ઘણી ફિલ્મ એક્ટ્રેસિસે તેમનાં લગ્નમાં ખૂબજ મોઘાં અને સુંદર મંગળસૂત્ર પહેર્યાં હતાં, જેમાં ઐશ્વર્યાથી લઈને દીપિકા પાદુકોણ સુધીની એક્ટ્રેસિસનો સમાવેશ થાય છે.

દીપિકા પાદુકોણઃ દીપિકા પાદુકોણ મોટાભાગે જે મંગળસૂત્રમાં જોવા મળે છે, તે ખૂબજ એલીગેન્ટ છે અને તેમાં એક મોટો ડાયમંડ છે. લગ્ન સમયે તેના મંગળસૂત્રની કિંમત લગભગ 20 લાખ રૂપિયા હતી.

અનુષ્કા શર્માઃ અનુષ્કાનું મંગળસૂત્ર દીપિકાની સરખામણીમાં થોડું વધારે મોંઘુ છે. તેના મંગળસૂત્રની કિંમત 52 લાખ રૂપિયા છે. તે દેખાવમાં પણ ખૂબજ સુંદર લાગે છે.

ઐશ્ચર્યા રાય બચ્ચનઃ ઐશ્વર્યા રાય બચ્ચન તેનાં લગ્નમાં એક રાણી કરતાં જરા પણ ઉતરતી નહોતી લાગતી. લગ્નના દિવસે ઐશ્વર્યા પારંપારિક પીળા રંગની કાંજીવરમ સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી. આ સાડીની કિંમત 75 લાખ રૂપિયા હતી, તો તેના મંગળસૂત્રની કિંમત 45 લાખ રૂપિયા હતી.

શિલ્પા શેટ્ટીઃ શિલ્પા શેટ્ટીએ પણ ખૂબ જ સુંદર મંગળસૂત્ર પહેર્યું હતું. રાજ કુંદ્રાએ તેને ત્રણ કરોડની એક વેડિંગ રિંગ અને ત્રીસ લાખનું મંગળસૂત્ર ગિફ્ટ કર્યું હતું.

માધુરી દીક્ષિતઃ માધુરીએ અમેરિકી ડોક્ટર શ્રીરામ નેને સાથે 1999માં લગ્ન કર્યાં હતાં અને લગ્નમાં લગભગ 8.5 લાખનું મંગળસૂત્ર પહેર્યું હતું.

કાજોલઃ કાજોલે અજય દેવગણ સાથે મહારાષ્ટ્રિયન સ્ટાઇલમાં લગ્ન કર્યાં હતા. કાજોલ પાસે 21 લાખ રૂપિયાનું મંગળસૂત્ર છે.

કરિશ્મા કપૂરઃ કરિશ્મા કપૂરે આમ તો ડીવોર્સ લઈ લીધા છે, પરંતુ સંજય કપૂર સાથે તેણે લગ્ન કર્યાં ત્યારે સંજયે તેને 17 લાખનું મંગળસૂત્ર પહેરાવ્યું હતું.

પ્રિયંકા ચોપરાઃ પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યાં છે, જે ભારતીય રીત-રિવાજોથી ખાસ વાકેફ નથી. છતાં તેણે પ્રિયંકાને કાળા મોતીઓમાંથી બનેલ બહુ મોંઘુ મંગળસૂત્ર પહેરાવ્યું હતું. જોકે, તેની કિંમત જાણવા મળી નથી.

સોનમ કપૂર: સોનમ કપૂરે પણ આનંદે જે મંગળસૂત્ર પહેરાવ્યું હતું તે ખૂબજ સુંદર હતું. આ મંગળસૂત્રમાં સોનમ અને આનંદના નામની રાશિનું ચિન્હ બનેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *