Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratઅમેરિકા ઉપડ્યા ગીતા રબારી, એરપોર્ટ પર કેટલા રૂપિયાની કિંમતની બેગ સાથે જોવા...

અમેરિકા ઉપડ્યા ગીતા રબારી, એરપોર્ટ પર કેટલા રૂપિયાની કિંમતની બેગ સાથે જોવા મળ્યા?

એક્સક્લુઝિવ: એક સમય હતો જ્યારે મોટાભાગના ગુજરાતી કલાકારોનું માંડ માંડ ગુજરાન ચલાતું હતુ. હવે જમાનો બદલાયો છે. આજે ગુજરાતી ફિલ્મના સ્ટાર, સિંગર અને ડાયરાના કલાકારની બોલબાલા છે. એક સમયે જેમને માંડ હજારો રૂપિયા ફી મળતી એ ડાયરા કલાકારોને આજે લાખો રૂપિયા ફી મળે છે. તેમાં પણ અમુક સિંગર્સને અપાર લોકપ્રિયતા મળી છે. તેમાંથી એક મોટું નામ એટલે ‘કચ્છની કોયલ’ ગીતા રબારી.

ગીતા રબારીની આજની સફળતા પાછળ વર્ષોનો સંઘર્ષ છૂપાયેલો છે. પાંચ વર્ષ પહેલાં ‘રોણા શેરમા’ ગીતથી ધમાકો મચાવી રાતોરાત છવાઈ ગયેલી ગીતા રબારીના કાર્યક્રમોમાં આજે લાખો લોકોની ભીડ ઉમટી પડે છે. પોતાના સૂરીલા અવાજના જાદુથી લાખો લોકોના દીલમાં રાજ કરનાર ગીતા રબારી હાલમાં અમેરિકાની ટૂર ગયા છે.

સિંગર ગીતા રબારી પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકાની ટૂર પર ગઈકાલે નીકળ્યા હતા. ગીતા રબારીએ આ અંગેની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે ગીતા રબારીએ બંધ ગળા અને ફૂલ સ્લિવનું ટીશર્ય પહેર્યું હતું. સાથે ફેન્સી જીન્સ અને નાઈકી કંપનીના સ્પોર્ટસ શૂઝ પહેર્યા હતા.

અમેરિકા જતાં પહેલા એરપોર્ટ પર ક્લિક કરેલા ફોટોમાં ગીતા રબારીના હાથમાં બે બેગ હતી. એક ટ્રોલી બેગ હતી અને એક હેન્ડબેગ હતી. ગીતા રબારી પાસે જે હેન્ડબેગ હતી એ લુઈસ વ્યુટન (Louis Vuitton)ની હતી. ફ્રાન્સની લક્ઝુરિયર્સ બ્રાન્ડ Louis Vuittoની બેગની કિંમત સાંભળીને તમારું મોઢું ખુલ્લુને ખુલ્લી રહી જશે.

ગીતા રબારી એ જે બેગ કેરી કરી છે તે ONTHEGO GM મોડેલની છે. તેની કિંમત અંદાજે 2.30 લાખ રૂપિયા (3 હજાર ડૉલર) છે. આ બેગ ઓનલાઈન પણ અમુક સાઈટ્સ પર મળે છે.

મોનોગ્રામ ડિઝાઈનની આ આટલી મોંઘી બેગ તો બોલિવૂડમાં પણ અમુક સેલેબ જ વાપરે છે. દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, કેટરિના કૈફ, ઐશ્વર્યા રાય, કંગના રાણાવત અને નોરા ફતેહી વગેરે મોટી એક્ટ્રેસ આ બેગ યુઝ કરે છે .

Louis Vuitto કંપનીના ભારતમાં અમુક જ જગ્યાએ શો રૂમ છે. ગીતા રબારીએ આ બેગ મુંબઈના શો રૂમમાંથી ખરીદી હતી. હાલમાં એક કાર્યક્રમમાં મુંબઈ ગયેલી ગીતા રબારીએ Louis Vuittoના શો રૂમમાં શોપિંગનો વીડિયો પણ શેર કર્યો હતો.

નોંધનીય છે કે ગીતા રબારીએ થોડા મહિના પહેલા ઘર ખરીદ્યું હતું. ખુદ ગીતા રબારીએ આ આલીશાન ઘરની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તસવીરોમાં કપલ ઘરના મંદિરમાં દ્વારકાધીશ અને લિંબોજ માતાજીની પૂજા કરતું જોવા મળ્યું હતું. ગીતા રબારીનું નવું ઘર ખૂબ જ લેવિસ લાગી રહ્યું હતું. ફર્નિચર ઉડેને આંખે વળગે એવું હતું.

ગીતા રબારીની સંઘર્ષ
1996માં કચ્છના તપ્પર ગામમાં જન્મેલી ગીતા રબારી ચાહકોમાં ‘કચ્છી કોયલ’ તરીકે લોકપ્રિય છે. ગીતા રબારી જ્યારે પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી ગીત ગાવાની શરૂઆત કરી હતી. માત્ર 20 વર્ષની ઉંમરમાં ગીતા રબારી આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ હતી.

ગીતા રબારી માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તે ભજન, ગીતા, લોકગીત, સંતવાણી, ડાયરો જેવા કાર્યક્રમો કરે છે. ગીતા રબારીના ‘રોણા શેરમા’ તથા ‘એકલો રબારી’ ગીત ગુજરાતમાં લોકપ્રિય છે.

1996માં કચ્છના તપ્પર ગામમાં જન્મેલી ગીતા રબારી ચાહકોમાં ‘કચ્છી કોયલ’ તરીકે લોકપ્રિય છે. ગીતા રબારી જ્યારે પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી ગીત ગાવાની શરૂઆત કરી હતી. માત્ર 20 વર્ષની ઉંમરમાં ગીતા રબારી આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ હતી.

ગીતા રબારી જેમણે માત્ર ગુજરાતના ગામડાઓ અને શહેરમાં લોકોને પોતાના ફેન બનાવી દીધા છે. માત્ર 10 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા રબારી આજે ગુજરાતના ટોપ સિંગર માંથી એક છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ગીતા રબારીએ પોતાની આગવી ઓળખ બનાવી છે.

ગીતાબેન રબારીની અગાઉની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી. તેમના માતા પોતાના ગામની આસપાસના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page