Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratહરિયાણામાં કાર અકસ્માતમાં ગુજરાતનાં ચાર યુવકોનાં કમકમાટીભર્યાં મોત, પરિવારમાં છવાયો સન્નાટો

હરિયાણામાં કાર અકસ્માતમાં ગુજરાતનાં ચાર યુવકોનાં કમકમાટીભર્યાં મોત, પરિવારમાં છવાયો સન્નાટો

હરિયાણાના ગજ્જર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં મહેસાણાના 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હરિયાણાના ઝજ્જરમાં અકસ્માત થયો છે. તેમાં ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત થયો હતો. યુવાનો ગાયોની ખરીદી માટે હરિયાણા ગયા હતા.

ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, હરિયાણાના KMP એક્સપ્રેસ વે પર ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહેસાણાના 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કારમાં સવાર એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેની ગંભીર હાલતને જોતા તેને પીજીઆઈ રોહતક રિફર કરવામાં આવ્યો છે. આ અકસ્માત KMP એક્સપ્રેસ હાઈવે પર બાદલી અને બુપાનિયા ગામ વચ્ચે સર્જાયો થયો હતો.

ડ્રાઈવરે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા ટ્રેલર સાથે અથડાઈ કાર

KMP એક્સપ્રેસ વે પર આ અકસ્માત સવારે 7.30 વાગ્યે થયો હતો. અહીં 5 લોકો ક્રેટાકારમાં સવાર થઈને બહાદુરગઢ તરફ જઈ રહ્યા હતા. અચાનક ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત યુવકની ગંભીર હાલતને જોતા તેને પીજીઆઈ રોહતક મોકલવામાં આવ્યો છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં મોકલ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ મૃતકો ગુજરાત મહેસાણા જિલ્લાના છે. તેઓ ગાયોની ખરીદી કરવામા માટે હરિયાણા ગયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page