Monday, April 15, 2024
Google search engine
HomeGujaratમર્સિડિઝ ખરીદીને જીજ્ઞેશ કવિરાજ ખુશ હતા અને પરિવારમાં આવ્યા દુખદ સમાચાર

મર્સિડિઝ ખરીદીને જીજ્ઞેશ કવિરાજ ખુશ હતા અને પરિવારમાં આવ્યા દુખદ સમાચાર

ગુજરાતના જાણીતા સિંગર જિગ્નેશ કવિરાજના પરિવારમાંથી અચાનક માઠા સમાચાર સામે આવ્યા છે. એક ખાનગી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, જીગ્નેશ કવિરાજના ભત્રીજાના દિકરાનું નિધન થયું હતું જેના કારણે તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તુટી પડ્યો હતો. આ સમાચાર મળતાં જ સગા-સંબંધીઓ દોડી આવ્યા હતા અને પરિવાર ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યો હતો. મહત્વની વાત એ છે કે, થોડા દિવસ પહેલાં જ જીગ્નેશ કવિરાજે મર્સિડીઝ કાર ખરીદી હતી જેને લઈને પરિવારમાં ખુશી હતી પરંતુ આ દુખદ ધટનાને કારણે આખો પરિવાર દુખી થયો છે.

ગુજરાતી સિંગર જીગ્નેશ કવિરાજના ઘરે એક દુઃખદ ઘટના બની છે. જીગ્નેશ કવિરાજના ભત્રીજાના દીકરાનું નિધન થયું છે. આ સમાચાર સાંભળતાં જ જીગ્નેશ કવિરાજ પણ દુખી થઈ ગયા હતાં. આ ઉપરાંત જીગ્નેશ કવિરાજે એક નાના છોકરાનો ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓએ લખ્યું હતું કે, આજે સવારે મારા ભત્રીજાનો દિકરો દેવલોગ પામ્યો છે અને ભગવાન તેની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાથના કરું છું. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ જીગ્નેશ કવિરાજે લક્ઝુરિયર્સ મર્સિડિઝ કાર ખરીદીને ધમાકો મચાવ્યો હતો. ખુદ જીજ્ઞેશ કવિરાજે પોતાા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવી કારની તસવીરો પોસ્ટ કરી હતી. કારની તસવીરોમાં જીજ્ઞેશ કવિરાજનું ફેમિલી પણ જોવા મળે છે. કાર ખરીદીને આખો પરિવાર ખુશ હતો ત્યારે અચાનક દુ:ખદ સમાચાર આવતાં જ પરિવાર નિરાશ થઈ ગયો હતો.

જીજ્ઞેશ બારોટની આજની સફળતા રાતોરાત નથી આવી. સંગીતના દુનિયામાં આજે ટોચના સ્થાને બિરાજેલા જીજ્ઞેશ બારોટ (કવિરાજ)એ શરૂઆતની જિંદગીમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તેની આજની જાહોજલાલી પાછળ સખત મહેતન અને ખંત છુપાયેલું છે. વર્ષ 1988માં મહેસાણાના ખેરાલુમાં જન્મેલા જીગ્નેશ બારોટ ફક્ત 8 ધોરણ જ ભણેલા છે. જીજ્ઞેશ કવિરાજને બાળપણથી ગીતો ગાવાનો શોખ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા. નાની ઉંમરથી જ પિતા અને કાકા સાથે ભજનના પ્રોગ્રામોમાં જતા હતા. જોકે ઘરેથી બધાની ઇચ્છા હતી કે જીગ્નેશ ભણવામાં ધ્યાન આપે અને તેમાં તેનું કરિયર બનાવે, પણ જીગ્નેશને પહેલેથી ભણવામાં ઓછો રસ હતો, અને તેને સંગીત ફીલ્ડમાં જ પોતાનું કરિયર બનાવવું હતું.

સૌજન્ય – ઈન્ટરનેટ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page