Monday, April 15, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદમાં વહેલી સવારથી કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદમાં વહેલી સવારથી કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી હતી. અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યાં હતાં. હાલ માહોલ જોતાં એવું લાગે છે કે, રાતનો નજારો લાગે રહ્યો છે. જોકે હાલ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સોમવારે મોડી સાંજે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સવારથી કડાકા-ભડાકા સાથે વસ્ત્રાપુર, શ્યામલ, સેટેલાઈટ, વેજલપુરમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. આ સિવાય અમદાવાદના SG હાઈવે, ઈસ્કોન, બોડકદેવ, રાણીપ, ગોતા, ઘાટલોડિયા, સોલા, નરોડા, હાટેકેશ્વર, અમરાઈવાડીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા.

અમદાવાદમાં મંગળવારે વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ અંડિગો જમાવતાં સામાન્ય દિવસ કરતા વિઝિબિલિટી ઓછી જોવા મળી હતી. બીજી તરફ વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતાં. અમદાવાદના મુખ્ય રસ્તાઓ સહિત અંદરના રસ્તાઓમાં ઠેર ઠેર પડેલા ગાબડાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ વટવા વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદના અન્ય વિસ્તાર નરોડા, મેમ્કો, બોડકદેવ, રાણીપ સહિત વિસ્તારમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પડેલી રહેલા વરસાદના પગલે વાસણા બેરેજના 3 દરવાજા 2 ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page