Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalપત્નીને છોડીને તેની સ્વરૂપવાન સહેલી સાથે બાંધવા હતા સંબંધ, એવો અંજામ આવ્યો...

પત્નીને છોડીને તેની સ્વરૂપવાન સહેલી સાથે બાંધવા હતા સંબંધ, એવો અંજામ આવ્યો કે બધા ધ્રુજી ગયા

એક ખૂબ જ શોકિંગ કેસ સામે આવ્યો છે. જેમાં લગ્નના દોઢ જ મહિનામાં પત્નીની સહેલી પર યુવાનનું દીલ આવી ગયું હતું. પત્નીની સહેલી સામે યુવાને પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો. પત્ની સિવાય અન્ય મહિલા પર નજર કરવી યુવાનને ભારે પડી હતી. પત્ની, તેની સહેલી અને તેના પતિએ મળીને એવો ખૂની ખેલ્યો રચ્યો કે જોનારા હચમચી ગયા હતા.

માથા વગરનું ધડ મળ્યું…
પશ્ચિમ બંગાળના હુગલીમાં પોલીસે એક મર્ડર મિસ્ટ્રીને ઉકેલી નાખી છે. વાત એમ છે કે હુગલીમાં થોડાક દિવસ પહેલાં શુભજ્યોતિ નામના યુવકની હત્યા કરી દેવામા આવી હતી. પોલીસને ફક્ત તેનું ધડ મળ્યું હતું. પોલીસે યુવકની હત્યાના મામલામાં તેની પત્ની પૂજા ચેટર્જી, તેની સહેલી શમિષ્ઠા અધિકારી અને સહેલીના પતિ સુવીર અધિકારની ધરપકડ કરી છે.

પત્નીની સેહેલી પસંદ આવી ગઈ
મામલાની જાણકારી આપતાં ડીસીપી ડૉ. અરવિંદ આનંદે જણાવ્યું કે દોઢ મહિના પહેલાં શુભજ્યોતિ નામના યુવાને પાનીહાટીમાં રહેતી પૂજા ચેટર્જી નામની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન તેની મુલાકાત પત્ની પૂજાની સહેલી શમિષ્ઠા સાથે થઈ હતી. શમિષ્ઠાને મળ્યા બાદ શુભજ્યોતિ નામના યુવાને તેની પત્નીને છોડીને સહેલીને પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે શમિષ્ઠાએ ઠુકરાવી દીધો હતો. તેણે આ બધી વાતો તેના પતિ સુબીર અને પોતાની સહેલી અને શુભજ્યોતિની પત્ની પૂજાને જણાવી દીધી હતી.

પતિને ખૂબ દારૂ પીવડાવ્યો
મામલાની જાણકારી મળતાં જ શુભજ્યોતિની પત્ની પૂજા અને સહેલી શર્મિષ્ઠાના પતિને ખૂબ ગુસ્સો આવ્યો હતો. અને બધાએ મળીને એક ખતરનાક પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ શુભજ્યોતિને બધાએ હુગલીના ઉત્તરપારા પાસે ઈંટ ભઠ્ઠામાં ખૂબ દારૂ પીવડાવ્યો હતો. શરાબના નશામાં ધુત થયા બાદ શુભજ્યોતિનું માથું સુવીરે ધારદાર હથિયારથી કાપીને ધડથી અલગ કરી નાખ્યું હતું. બાદમાં આરોપીઓએ મૃતકના કપાયેલા માથાને નદીમાં ફેંકી દીધું અને ધડને વાનમાં નાંખીને દિલ્હી રોડના કિનારે ડ્રેનમાં ફેંકી દીધું હતું.

ટેટ્ટુથી મર્ડર કેસ ઉકેલાયો
પોલીસે જણાવ્યું હતું કે ધડ મળી ગયા બાદ મૃતકની ઓળખ થતી નહોતી. પોલીસ માટે આ કેસ એક રહસ્ય બનીને રહી ગયો હતો. પોલીસ અંધારામાં તીર ચલાવતી હતી, કેમ કે ઘટનાસ્થળે કોઈ પુરાવા હાથ લાગ્યા નહોતા. દરમિયાન સોશિયલ મીડિયા પર મૃતકના પરિવારવાળાઓએ શુભજ્યોતિના હાથ પર બનેલું ટેટ્ટં જોયું તો તેની ઓળખ થઈ હતી. બાદમાં પોલીસે પરિવારજનોને લાશને ઓળખ માટે બોલાવ્યા હતા. લાશની ઓળખ થતાં જ પોલીસે આખા મામલાને ઉકેલી લીધો હતો. આ કેસમાં પોલીસે મૃતકની પત્ની પૂજા, તેની સહેલી શમિષ્ઠા અને તેના પતિ સુવીરની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page