Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalગુજરાતના ફેમસ સિંગર્સે આ રીતે મનાવી ઉત્તરાયણ, કાપ્યા અનેક પતંગ, જુઓ...

ગુજરાતના ફેમસ સિંગર્સે આ રીતે મનાવી ઉત્તરાયણ, કાપ્યા અનેક પતંગ, જુઓ તસવીરો

આજે ઉત્તરાયણ છે. ગુજરાતમાં સતત બે વર્ષથી કોરોનાને કારણે ઉત્તરાયણની મજા ફિક્કી પડી ગઈ હતી. સાથે જ બે દિવસ કાતિલ ઠંડીની આગાહીને પગલે વહેલી સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકાશમાં ગણતરીના પતંગો જોવા મળી રહ્યા હતા.રાજ્યમાં અનેક વિસ્તારોમાં પવન સારો થતા હવે ધીરે-ધીરે ધાબા પર લોકો ચઢી રહ્યા છે અને નાના સ્પીકરો પર ગીરો વગાડી પતંગોત્સવની મજા માણી રહ્યા છે. ગુજરાતના જાણીતા ગાયકોએ પણ પતંગની મજા માણી હતી.

સ્ટેજ પર માઇક પકડી શ્રોતાઓને ડોલાવતા સિંગર્સ પણ પતંગની દોરી પકડેલા જોવા મળ્યા હતા. કિંજલ દવેએ ફિયાન્સ તેમજ ભાઈ સાથે પતંગની મજા માણી હતી. આ ઉપરાંત ગીતા રબારીએ પણ પતંગ ચગાવ્યો હતો.

જ્યારે ઉર્વશી રાદડિયાએ અમદાવાદ સ્થિત એમના ઘરના ધાબા પર પડોશીઓ સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી પતંગના પેચ લડાવવાની સાથે-સાથે ગીતો પણ ગાયા હતા.

ઉત્તરાયણના દિવસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ઊંધિયા જલેબીના સ્ટોર લાગેલા જોવા મળ્યા છે. જો કે આ વખતે દર વર્ષની જેમ સ્ટોલો પર લોકોની કતાર જોવા ન મળી. સવારમાં લોકોનો ઉત્સાહ પ્રમાણમાં ઓછો હતો પણ પછીથી પવને સાથ આપતાં લોકો ઉત્સાહમાં આવી ગયા હતા અને ધૂમ મચાવી હતી.

અમદાવાદમાં આજે સવારે લોકો ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી રહ્યા છે. પવન પણ સારો હોવાને કારણે લોકોને પતંગ ઉડાવવામાં વધુ રસ પડ્યો છે.નાના બાળકો અને યુવાઓ અત્યારે મોટા ભાગના ધાબા પર જોવા મળી રહ્યા છે.

2 વર્ષથી કોરોનાને કારણે ડીજે વિના અને નિયમોના પાલન સાથે લોકોએ ઉત્તરાયણ ઉજવવી પડી છે તેવું યુવાઓએ કહ્યું છે પરંતુ ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તે માટે તેઓ નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને નિયમો સાથે પતંગ ઉડાવી રહ્યા છે.2 દિવસ સુધી સવારથી સાંજ સુધી આ રીતે જ પતંગ ઉડાવવાનું પણ જણાવ્યું હતું.

રાજકોટ ખાતે લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ તેમના પરિવાર અને મિત્રો સાથે ઉજવી રહ્યા છે જેઓએ જણાવ્યું હતું કે આજના દિવસે બાળપણની એક યાદ આવે છે બાળપણમાં તેઓ ગામડામાં રહેતા અને બપોર સુધી પતંગ લૂંટતા અને સાંજે પતંગ ઉડાવતા હતા.

રાજસવારથી ધાબા પતંગરસીયાઓથી ઉભરાઇ ગયા હતા. રંગબેરંગી પતંગો,બલુનોથી આકાશ છવાઇ ગયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page