Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratભત્રીજાએ કરી મહિલાની હત્યા, IPS ઉષા રાડાએ મૃતકની 4 નિરાધાર સંતાનોની જવાબદારી...

ભત્રીજાએ કરી મહિલાની હત્યા, IPS ઉષા રાડાએ મૃતકની 4 નિરાધાર સંતાનોની જવાબદારી ઉપાડી

સુરત પોલીસનો એક માનવતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે સુરતના SP ઉષા રાડા દ્વારા એક હત્યાની ઘટનામાં નિરાધાર બનેલા 4 બનેલા ચાર બાળકોની જવાબદારી ઉઠાવી છે. સુરત જિલ્લાના પલસાણાના વરેલી ખાતેના વલ્લભનગરમાં આવેલ રાજદીપ રેસિડેન્સીના મકાન નંબર 122 માં રહેતી સંગીતા કપિલ લોખંડે નામની મહિલા તેના ચાર બાળકો દેવ.(ઉ.વ.11) જય (ઉ.વ10) અવંતિકા (ઉ.વ 9) બિનલ(ઉ.વ.8) તેની સાસુ ભત્રીજો અજય અને તેની પત્ની સાથે રહેતી હતી .ગત 28 જાન્યુઆરીને રોજ સંગીતા લોખંડેની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

સંગીતાંનો પતિ બે વર્ષ અગાઉ જ વરેલી ખાતે જ એક અકસ્માતમાં મોતને ભેટ્યો હતો જે બાદ સંગીતા માનસિક બીમાર રહેતી હતી સંગીતાની હત્યા સમયે તપાસ સ્થળ મુલાકાત સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ લીધી હતી જે વખતે પોલિસ વડાનું ધ્યાન મા-બાપ વિહાણો નિરાધાર બનેલા ચાર બાળકો પર ગયું હતું.

ઘટનાના ગણતરીના દિવસોમાં જ પોલીસે ગુન્હાનો ઉકેલ આણ્યો હતો હત્યા સંગીતના ભત્રીજાએ અજય જ કરી હોવાનું બહાર આવ્યું હતું સમગ્ર પ્રકરણના અંતે કડોદરા પોલીસ પી.આઈ.હેમંત પટેલે સુરત જિલ્લા પોલીસ વડાનું ધ્યાન નિરાધાર બનેલા 4 બાળકો પર દોર્યું હતું.

જે અંતર્ગત પોલીસ વડાએ અંગત રસ દાખવી મરણ જનાર સંગીતના ચાર બાળકોનો યોગ્ય ઉછેર અને સાર સંભાળ થાય તે હેતુથી કામરેજ ખાતે આવેલ વાત્સલ્ય ધામના વસંત ગજેરા નાઓની સંપર્ક કરી તેનોને આ ચાર બાળકોના પરિવાર અંગે વાકેફ કર્યા હતા.

બાળકો પગભર નહિ થાય ત્યાં સુધી ચારેયને રહેવાનો ભણવાનો અને જમવાની વ્યવસ્થા કરી આપી સાચા અર્થમાં પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ બાંધ્યો હતો સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા અને કડોદરા જી.આઈ.ડી.સી પોલિસ ઇન્સ્પેક્ટર હેમંત પટેલની આ સરાહનીય કામગીરીએ માનવીય અભિગમ દાખવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page