Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratબહેનપણીએ જ બહેણનણીનો ઉતારી લીધો ન્યૂડ વીડિયો, પછી કરી એવી ગંદી હરકત...

બહેનપણીએ જ બહેણનણીનો ઉતારી લીધો ન્યૂડ વીડિયો, પછી કરી એવી ગંદી હરકત કે…

એક ગામમાં પતિથી અલગ રહેતી એક યુવતીનો નહોતો હોવાનો વીડિયો તેની બહેનપણીએ શૂટ કર્યો હતો. એ બાદ આ વીડિયો તેની બહેનપણીએ તેના પૂર્વ પ્રેમીને મોકલ્યો હતો. ત્યારે બહેનપણીના પૂર્વ પ્રેમીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. એને લઈ યુવતીએ તેની બહેનપણી તેમજ તેના પૂર્વ પ્રેમી વિરુદ્ધ જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે.

જલાલપોરના એક ગામમાં રહેતી બે બહેનપણીનો સંબંધ ગાઢ હતો. બન્ને એકબીજા પર વિશ્વાસ ધરાવતી હતી. એક દિવસ બન્નેને કોઈ કામથી ઉતાવળમાં બહાર જવાનું હતું, જેથી તેમણે એક જ બાથરૂમમાં સાથે નહાવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન સરોજ (નામ બદલ્યું છે) નહાતી હતી ત્યારે રોશનીએ છુપાઈને સરોજનો નગ્ન અવસ્થાનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. એ વીડિયો રોશનીએ પોતાના પૂર્વ પ્રેમી મિત્તલ ટંડેલને સેન્ડ કર્યો હતો અને તેણે આ વીડિયો ગામમાં અન્ય લોકોને સેન્ડ કરતાં સરોજને તેની જાણ થતાં જલાલપોર પોલીસ મથકમાં મિત્ર યુવતી રોશની અને તેના પૂર્વ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી એને લઈ પોલીસ દ્વારા બન્નેની ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના એક વર્ષ પહેલાં બની હતી. જોકે છેલ્લા 3 માસ અગાઉ ગામમાં સોશિયલ મીડિયા મારફત આ વીડિયો વાઇરલ થયો હતો. સરોજના લગ્ન 2015માં થયા હતા. જોકે પતિ સાથે ખટરાગ થતાં છેલ્લાં 4 વર્ષથી સરોજ પોતાના પિયરમાં રહેતી હતી. ત્યારે આશરે 1 વર્ષ પહેલાં રોશનીએ આવા પ્રકારની નિમ્ન કક્ષાની હરકત કરી હતી.

જેને લઈ સમગ્ર ગામમાં આરોપી યુવતી વિરુદ્ધ રોષની લાગણી જોવા મળી રહી છે. રોશનીનો પૂર્વ પ્રેમી મિત્તલ ઓખા ખાતે બોટમાં નોકરી કરે છે. પોલીસે હાલ આ બન્ને આરોપીની ધરપકડ કરી લીધી છે તેમજ રોશનીના પૂર્વ પ્રેમીએ આ વીડિયો ગામના અન્ય કોને કોને સેન્ડ કર્યો છે તેની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ બનાવ અન્ય યુવતીઓ માટે લાલબત્તી સમાન બન્યો છે.

(બન્ને યુવતીઓના નામ બદલેલ છે)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page