Wednesday, April 17, 2024
Google search engine
HomeBollywoodએક સમયે અમરિશ પુરી રેપ કેસમાં જેલની સજા કાપતા આસારામના ભક્ત હતાં

એક સમયે અમરિશ પુરી રેપ કેસમાં જેલની સજા કાપતા આસારામના ભક્ત હતાં

મુંબઈઃ તમને આ વાત જાણીને આંચકો લાગી શકે તેમ છે. અનેક ફિલ્મ્સમં વિલનની ભૂમિકા ભજવનાર અમરિશ પુરી આસારામ બાપુના ભક્ત હતાં. તેઓ આસારામના સત્સંગમાં પણ જતાં હતાં. 22 જૂનના રોજ અમરિશ પુરીની જન્મજંયતી હતી. આ સમયે તેમનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ પોતાને આસારામ બાપુના ભક્ત ગણાવા તહતાં.

શું છે એ વીડિયોમાં?
વીડિયોમાં અમરિશ પુરી કુર્તામાં તથા માથામાં એક પણ વાળ નથી. આ સિવાય તેમણે ચશ્મા પહેર્યાં હતાં. આસારામ બોલિવૂડ એક્ટર અમરિશને પોતાનો પરિચય આપવાનું કહે છે. અમરિશ પુરી પોતાની વાત ભાઈઓ-બહેનો કહીને શરૂ કરે છે. ત્યારે આસારામ તેમને અધવચ્ચેથી અટકાવીને પોતાનો પરિચય આપવાનું કહે છે.

કહે છે આ વાતઃ
અમરિશ પુરી વીડિયોમાં કહેતા સંભળાય છે, ‘હું ઈશ્વરનો ભક્ત છું. બાપુજીનો ભક્ત છું’ આટલું કહેતા જ તાળીઓ પડવા લાગે છે. વધુમાં તે કહે છે કે આસારામનું પ્રવચન સાંભળીને મનની શુદ્ધતા થાય છે. મન પવિત્ર થાય છે. તેથી તેઓ અહીંયા આવે છે. અમરિશ પુરી, આસારામના ભરપૂર વખાણ કરે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં આસારામ સગીર વયની છાત્રા પર રેપ કરવાના આરોપસર જેલમાં સજા ભોગવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page