Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalમાતા અને ડોક્ટરને આપત્તિજનક અવસ્થામાં જોઈ ગયો દીકરો

માતા અને ડોક્ટરને આપત્તિજનક અવસ્થામાં જોઈ ગયો દીકરો

શનિવારે સવારે દીકરાએ માતા અને તેના 41 વર્ષના ડૉક્ટર પ્રેમીની ગોળી મારી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ દીકરાએ તેની બહેનને ફોન કરી બંનેની હત્યાના સમાચાર આપ્યા અને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 20 વર્ષનો દીકરો પંકજ માતા અને ડૉક્ટર પ્રેમી વચ્ચેના સંબંધોથી બહુ ગુસ્સે હતો. પોલીસને શંકા છે કેમ શનિવારે સવારે તેણે માતા અને ડૉક્ટરને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધાં હતાં. જેનાથી આવેશમાં આવી તેણે બંનેને ગોળી મારી અને ત્યાંથી ભાગી ગયો.

આ ઘટના જયપુરના કોટપૂતલી વિસ્તારની છે. પોલીસે જણાવ્યું કે, આરોપી દીકરા પંકજે તેની બહેનને ફોન કરી બધી માહિતી આપી હતી. તેણે જ ફોન કરી પોલીસને માહિતી આપી હતી. પોલીસ જ્યારે શિવ કોલોનીમાં ડૉક્ટરના મકાનમાં પહોંચી તો ત્યાં સુમન ચૌધરી (38) અને ડૉક્ટર માતાદીન શેખાવત (41) ની લાશ પડી હતી. બંનેના માથામાં ગોળી વાગેલી હતી. માતાદીનનું શબ અર્ધનગ્ન અવસ્થામાં હતું. જેના પરથી પોલીસને શંકા છે કે, દીકરાએ બંનેને આપત્તિજનક હાલમાં જોયાં અને હત્યા કરી.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, સુમન ચૌધરીનાં ઘણાં વર્ષો પહેલાં હરિયાણામાં થયાં હતાં. લગ્નનાં થોડાં વર્ષો બાદથી જ સાસરીથી અલગ દીકરા સાથે રહેતી હતી. સુમન કોટપૂતલીના જ ભાંકરી ગામમાં રહેતી હતી. સુમનનો દીકરો હરિયાણામાં રહીને ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. તો ક્યારેક-ક્યારેક માતા પાસે શિવ કોલોનીમાં મળવા આવતો હતો.

જ્યારે માતાદીન અલવરના બાનસૂરમાં રહેતો હતો. માતાદીન પણ પરિણીત હતો. તેની પત્ની અને બે બાળકો છો, જે બાનસૂર ગામમાં રહે છે. તે આયુર્વેદિક ડૉક્ટર હતો. માતાદીને કોટપૂતલીમાં જ રામસિંહપુરા ગામમાં એક દવાખાનુ ખોલ્યું હતું. આ સિવાય શિવ કોલોનીના જે ઘરમાં તે રહેતો હતો ત્યાં પણ દર્દીઓને તપાસતો હતો.

પોલીસ ડેપ્યૂટી એસપી દિનેશ યાદવે જણાવ્યું કે, મૃતકાના દીકરા પંકજને માતાદીન અને તેની માતા સુમનના પ્રેમ સંબંધો અંગે માહિતી હતી. આ બાબતે તે તેની બહેન અને પરિવારના સભ્યોને પણ જણાવી ચૂક્યો હતો. એટલું જ નહી મૃતક માતાદીનનાં પત્ની અને અન્ય પરિવારજનોને પણ ખબર જતી કે, તે કોટપૂતલીમાં લિવ-ઈનમાં રહેતો હતો. માતાદીન, મૃતકા સુમન ચૌધરીના ઘરના ઉપરના માળે જ રહેતો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page