Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature Rightમુસ્લિમ મહિલાઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલાવી બંગડીઓ

મુસ્લિમ મહિલાઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલાવી બંગડીઓ

બરેલી: ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ તલાક પીડિત મહિલાઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. મોદીની જીત પછી તલાક પીડિત મહિલાઓએ સેલિબ્રેશન કર્યું હતું તેમજ કોંગ્રેસ પ્રત્યે ગુસ્સો પણ જોવા મળ્યો હતો.

ત્રણ તલાક બિલનો વિરોધ કરવા પર મેરા હક ફાઉન્ડેશનની અધ્યક્ષ ફરહત નકવીના નેતૃત્વમાં તલાક પીડિત મહિલાઓએ રાહુલ ગાંધીને બંગડીઓ મોકલી હતી. તલાક પીડિત મહિલાઓનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા તલાક બિલનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા છે તો બંગડીઓ પહેરીને હારનું સેલિબ્રેશન કરે.

ફરહત નકવીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને એક પત્ર મોકલ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે તમે અને તમારા નેતાઓએ ત્રણ તલાક બિલ પાસ થવા દીધું નહોતું. લોકસભા ચૂંટણી પરિણામ પછી નક્કી થઈ ગયું છે કે મેરા હક ફાઉન્ડેશન સાથે જોડાયેલી તમામ તલાક, હલાલા અને બહુ વિવાહ પીડિત મહિલાઓએ ભાજપને મત આપ્યા હતા. લોકસભા ચૂંટણીમાં તમને પીડિત મહિલાઓએ શબક શીખવાડ્યો છે અને હવે અમે તમને અને તમારા નેતાઓને બંગડીઓ મોકલી છે. અમારો વિરોધ એટલા માટે છે કે પીએમ મોદીએ તલાક પીડિત મહિલાઓ માટે બિલ બનાવ્યું અને તમારા જેવા નેતાઓએ તેનો વિરોધ કર્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page