Thursday, April 18, 2024
Google search engine
HomeBollywoodનેપાળ: ‘કો બંચ્છ કરોરપતિ’માં જોવા મળશે ‘અમિતભા બચ્ચન’!

નેપાળ: ‘કો બંચ્છ કરોરપતિ’માં જોવા મળશે ‘અમિતભા બચ્ચન’!

હાલ ‘કો બંચ્છ કરોરપતિ’ની ચર્ચાઓ થઈ રહી છે. તેની સાથે નેપાળના અમિતાભ બચ્ચન કહેવાતા અભિનેતા રાજેશ હમલ પણ ચર્ચામાં છે. નેપાળના અભિનેતા રાજેશ હમલની પ્રસિદ્ધિ એવી જ છે જેવી પ્રસિદ્ધિ મહાનાયક અમિતાભ બચ્ચનની ભારતમાં છે.

અમુક કાર્યક્રમમાં સાચે જ રાજેશ હમલને ‘મહાનાયક’ કહીને બોલાવવામાં આવે છે. તાજેતરમાં તેમના અંગે ઘણી જાણકારી સામે આવી છે. પરિવારનો વિરોધ છતાં તેમણે અભિનયના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. 55 વર્ષીય રાજેશ હમલ 31 વર્ષથી નેપાળના સિનેમામાં સક્રિય રહ્યાં છે. તેમની પ્રથમ ફિલ્મ ‘યુગ દેખી યુગ સમ્મ’ વર્ષ 1988માં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે.

રાજેશ હમલ અંગે સૌથી વધારે પ્રસિદ્ધ વાત તેમના પ્રેમને લઈને સામે આવી છે. રાજેશને પોતાની ઉંમરથી 22 વર્ષ નાની યુવતી સાથે પ્રેમ થઈ ગયો છે. એક બ્યૂટી સ્પર્ધા દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. આ વર્ષ 2004નું હતું ત્યાર બાદ બંને વચ્ચે 10 વર્ષ સુધી પ્રેમ સંબંધ બંધાયેલો રહ્યો હતો. 10 વર્ષ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેની પત્નીનું નામ મધુ ભટ્ટરાય છે.

રાજેશ હમલની પ્રથમ ફિલ્મ આવ્યા બાદ તેઓ સિનેમા ક્ષેત્રે કાઠુ કાઢશે તેવું લોકો કહેતા હતાં. કારણ કે તેમણે પોતાની પ્રથમ ફિલ્મમાં જ નેપાળના અનેક જાણીતા હીરોને પછાડી નાખ્યા હતાં. ત્યાર બાદ તેમણે બસંતી, હામી તીન ભાઈ, દેઉત, ગિરફ્તાર, કર્મયોદ્ધા, શકુંતલા જેવી ફિલ્મો કરી હતી.

રાજેશ વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે, તેમણે ભારતમાં રહીને અભ્યાસ કર્યો છે. એટલું જ નહીં તેમણે અમિતાભ બચ્ચનને જોઈને જ અભિયનની દુનિયામાં જવાનો નિર્ણય કર્યો હતો. અનેક પ્રસંગે રાજેશ અમિતાભની જેમ કામ કરતા જોવા મળ્યા હતા. રાજેશે પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડીગ્રી મેળવી છે. જે બાદમાં તેઓ રશિયા ચાલ્યા ગયા હતા. મોસ્કોમાં અભ્યાસ કર્યા બાદ તેઓ સ્વદેશ પરત ફર્યા હતા. રાજેશના પિતા પાકિસ્તાનમાં નેપાળના રાજદૂત રહી ચુક્યા છે. જોકે, આ વાતની અધિકારિક પુષ્ટિ નથી થઈ શકી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page