Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature Rightહવે ભારતીયોને મળી શકે છે અમેરિકાની કાયમી નાગરિકતા

હવે ભારતીયોને મળી શકે છે અમેરિકાની કાયમી નાગરિકતા

નવ દિલ્હી: અમેરિકી સંસદ હાઉસ ઓફ રિપ્રેઝન્ટિવમાં મંગળવારે ગ્રીનકાર્ડ સંબંધિત એક બિલ પર વોટિંગ થયું હતું. રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના 310 કરતાં પણ વધારે સાંસદ આ બિલના ટેકામાં આવ્યા છે. વિદેશીઓની ગ્રીનકાર્ડની સંખ્યા સીમિત હોવાને કારણે ભારત અને ચીનના નાગરિકોને અમેરિકાની ઓછી નાગરિકતા મળી રહી છે જ્યારે બીજા દેશોની નાગરિકોને સરળતાથી અમેરિકાની કાયમી નાગરિકતા મળી જાય છે.

આ સંબંધમાં અમેરિકી સંસદમાં રજૂ થયેલ બિલ પાસ થયા બાદ ગ્રીનકાર્ડની સંખ્યા પરની લિમિટ ખતમ થઈ જશે. જો આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરે તો ભારતીયોને ગ્રીનકાર્ડની સાથે સાથે એચ-1 બી વિઝાની સંખ્યા પણ વધારે થઈ શકે છે. એપ્રિલ 2018 સુધી અમેરિકાના ટેક્નોલોજી ક્ષેત્રમાં 3 લાખ ભારતીયો એવા છે જેઓ ગ્રીનકાર્ડની પ્રતીક્ષા કરી રહ્યા છે.

અમેરિકાની બન્ને પાર્ટીઓ રિપબ્લિકન અને ડેમોક્રેટિકના મોટાભાગના સાંસદો આ બિલના ટેકામાં છે. જેના કારણે આ બિલને કાયદો બનવાની આડે કોઈ અડચણ નહીં આવે. અમેરિકી સંસદમાં દર વર્ષે તમામ દેશોના 7 ટકા ગ્રીનકાર્ડ જારી કરવાની મર્યાદા ખતમ કરનાર બિલ પર વોટિંગ થાય છે. ગ્રીનકાર્ડ લોકોને અમેરિકામાં સ્થાયી રીતે વસવા અને કામ કરવાની અનુમતી આપે છે. જો આ બિલને સંસદની મંજૂરી મળે તો તેનો ફાયદો હજારો ભારતીય પ્રોફેશનલોને થશે.

આ બિલ પસાર થયા બાદ અમેરિકામાં નોકરીને આધારે મળનાર સ્થાયી નાગરિકતા સંબંધી મર્યાદા ખતમ થઈ જશે. હાલમાં આ લિમિટ સાત ટકા છે હાલના નિયમોને હિસાબે એક વર્ષમાં 1,40,000 કરતાં પણ વધારે ગ્રીનકાર્ડ જારી થઈ શકતા નથી. આ કાયદો લાગુ થયા બાદ અમેરિકામાં નાગરિકતાની પ્રતીક્ષા કરી રહેલા ભારતીય અને ચીની નાગરિકોની પેન્ડિંગ પડેલી અરજીઓ ક્લીયર થઈ શકે છે. આ બિલને કારણે બીજા દેશોના અપ્રવાસીઓમાં હલચલ મચી છે કારણ કે તેમને લાગી રહ્યું છે આ બિલને ભારતના પક્ષમાં તૈયાર કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page