Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalપતિ સાથે થતાં રોજેરોજ ઝઘડાં તો દિયર સાથે ફરી ફેરા, ચાર મહિનામાં...

પતિ સાથે થતાં રોજેરોજ ઝઘડાં તો દિયર સાથે ફરી ફેરા, ચાર મહિનામાં જ લગ્નનો આવ્યો કરૂણ અંત

અલીગઢમાં એક યુવકે તેની પત્નીની હત્યા કરી નાખી. તે એટલા માટે કારણકે તેની પત્નીએ જમવાનું ગરમ કર્યુ નહોતું. પત્નીની હત્યા કર્યા બાદ થોડીવાર સુધી તે લાશ પાસે જ બેસી રહ્યો. થોડીવાર પછી તે આપમેળે જ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યાં જઈને તેણે પોલીસને કહ્યું, ‘સાહેબ, મારી ધરપકડ કરો. મેં મારી પત્નીને બાઇકના ક્લચ વાયરથી ગળું દબાવીને મારી નાખી છે. ‘

શરૂઆતમાં તો પોલીસ માની નહોતી, પરંતુ આરોપીએ આગ્રહ કર્યો તો પોલીસ તેની સાથે ઘરે આવી ગઇ. તેની પત્નીની લાશ રૂમમાં પડી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ ઘટનાની જાણ થતાં જ મહિલાના મિત્રો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેણે આખા પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે દહેજ હત્યાનો ગુનો નોંધ્યો છે.

4 મહિના પહેલાં પતિને છોડીને દિયર સાથે લગ્ન કર્યા હતા
કુંવરચંદ કાસગંજના સહાવર પોલીસ સ્ટેશન હેઠળના ભીલૌલી ગામમાં રહે છે. તેમની 22 વર્ષીય પુત્રી સંધ્યાના લગ્ન લગભગ ચાર મહિના પહેલા ફેબ્રુઆરીમાં માદાપુર ગામના રહેવાસી લોકેશ સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ બંને વચ્ચે અણબનાવ થયો હતો. ત્યારબાદ લોકેશ નોકરી કરવા માટે દિલ્હી ગયો હતો.

આ દરમિયાન દિયર રાહુલ સાથે સંધ્યાની નિકટતા વધી ગઇ હતી. જ્યારે પરિવારના સભ્યોને આ વાતની જાણ થઈ તો તેમણે એપ્રિલમાં બંનેના લગ્ન કરાવી દીધા. સંધ્યા રાહુલ સાથે રહી હતી. લગ્ન પછી થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. નાની-નાની વાતો પર પણ ઝઘડા થવા લાગ્યા. સોમવારે રાત્રે પણ સંધ્યાએ રાહુલ સાથે ભોજન ગરમ કરવા અંગે બોલાચાલી કરી હતી. બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. રાત્રે વાત શાંત થઈ ગઈ પણ મંગળવારે સવારે રાહુલે બાઈકના ક્લચ વાયરથી સંધ્યાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, દિયર છેડતી કરતો હતો
મૃતકના પિતા કુવરચંદે પોલીસને આપેલી ફરિયાદમાં દહેજ હત્યાનો આરોપ લગાવ્યો છે. તેણે જણાવ્યું કે, લગ્ન બાદ તેનો જમાઈ લોકેશ દહેજ માટે તેને માર મારતો હતો. રાહુલ (જેણે હત્યા કરી હતી) તે સંધ્યાની છેડતી કરતો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, સોમવારે મોડી રાત્રે પણ રાહુલ પોતાની દીકરીના રૂમમાં આવીને તેની છેડતી કરવા લાગ્યો હતો. વિરોધ કરવા પર બધાએ દહેજ માટે તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું ને પછી તેણે હત્યા કરી.

સીઓ બરલા નરેન્દ્રી સૈનીએ જણાવ્યું હતું કે, આ કેસ નોંધવામાં આવ્યો છે ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આરોપી રાહુલને જેલમાં મોકલવામાં આવ્યો છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page