Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalએન્જિનિયરના ઘરે દરોડો પાડ્યો તો રૂપિયા ને દાગીનાનો ખજાનો જોઈ અધિકારીઓને છૂટી...

એન્જિનિયરના ઘરે દરોડો પાડ્યો તો રૂપિયા ને દાગીનાનો ખજાનો જોઈ અધિકારીઓને છૂટી ગયો પરસેવો

26 જુલાઈના પટનાના વિજિલન્સ બ્યુરોએ બિહાર સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશનના ભાગલપુર વર્ક ડિવિઝનના વરિષ્ઠ પ્રોજેક્ટ એન્જિનિયર શ્રીકાંત શર્માના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં તેમની પાસેથી કરોડોની સંપત્તિ મળી આવી છે. હનુમાનનગર વિસ્તારમાં એન્જિનિયરના ઘર અને ઓફિસમાં સવારે 11 વાગ્યાથી મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો ખગરિયા-અગુવાની-સુલતાનગંજ પુલ અગાઉ બે વખત ધરાશાયી થયો હતો. જેના લીધે બિહારમાં પુલ નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો.

લગભગ 6 કલાકના દરોડાની કાર્યવાહીમાં સિનિયર એન્જિનિયર શ્રીકાંત શર્માના ઘરેથી 97.80 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી.

આ ઉપરાંત પોલિસીમાં રોકાણ સહિત 3 રાજ્યોમાં જમીનના 20 દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તમામની કિંમત એક કરોડ ચાલીસ લાખથી વધુ છે.

શ્રીકાંત શર્માના ઘરેથી પરિવારના નામે 2 કરોડથી વધુની સંપત્તિના કાગળો પણ મળી આવ્યા હતા. ઝારખંડના દેવઘર ઉપરાંત દેહરાદૂનમાં પણ તેની મિલકત હોવાનું બહાર આવ્યું છે.

ઉપરાંત એક બ્રીફકેસમાંથી નોટોથી ભરેલા બંડલ મળી આવ્યા હતા. તેમની સામે ગેરકાયદેસર સંપત્તિ હોવાની ફરિયાદ મળી હતી.

વરિષ્ઠ પ્રોજેક્ટ એન્જિનિયર શ્રીકાંત શર્માના ઘરમાંથી આટલી સંપત્તિ મળી – 18 કેરેટ સોનાના દાગીના, જેનું વજન 709.240 ગ્રામ છે. કિંમત રૂ. 31,63,210. 24 કેરેટ સોનાના બિસ્કિટ જેનું વજન 580.5 ગ્રામ છે અને તેની કિંમત 34,53,975 રૂપિયા છે. આ સિવાય 3.230 કિલો ચાંદીની વસ્તુઓ મળી છે જેની કિંમત 1,33,237 રૂપિયા છે. 18 બેંક પાસબુક, 10 પોલિસી ઇન્વેસ્ટમેન્ટ પેપર્સ અને 20 લેન્ડ ડીડ પેપર પણ મળ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page