Thursday, April 18, 2024
Google search engine
HomeRecipeઈંગ્લેન્ડ-ભારતની મેચ જોતા જોતા ખાવ મુંબઈની ટેસ્ટી ભેલપુરી, બનાવવી એકદમ Easy!

ઈંગ્લેન્ડ-ભારતની મેચ જોતા જોતા ખાવ મુંબઈની ટેસ્ટી ભેલપુરી, બનાવવી એકદમ Easy!

અમદાવાદઃ મુંબઈની લોકપ્રિય ચાટમાંથી એક ભેલપુરી ઘણી જ સરળ તથા ઝટપટ તૈયાર થઈ જાય છે. તેમાં મમરા, સેવ, સિંગ, બાફેલા બટાકા, ચાટ મસાલો તથા ખાટી-મીઠી ચટણથી તૈયાર થતી ભેલપુરી સાંજના નાસ્તા માટે પર્ફેક્ટ છે.

સામ્રગીઃ
મમરા
પાપડી
મગફળી (શેકેલી)
કાકડી (બારીક સમારેલી)
બટાકા (બાફેલા, બારીક સમારેલા)
ટામેટું (બારીક સમારેલા)
ઝીણી સેવ
કોથમીરની ચટણી
ગળી ચટણી
ચાટ મસાલો
લીલા મરચા (બારીક સમારેલા)
કોથમીર (બારીક સમારેલી)

રીતઃ
1. એક ઊંડા વાસણમાં ચાર ચમચા મમરા લો.
2. 2-3 નાની ચમચી કાકડી, બટાકું, ટામેટું તથા સિંગ નાખો.
3. ત્રણથી ચાર પાપડી તોડીને નાખો.
4. ઉપરથી ચાર નાની ચમચી ઝીણી સેવ નાખો.
5. હવે, લીલું મરચું, નાની ચમચી ચાટ મસાલો નાખો અને ઉપરથી એક ચમચી કોથમીરની ચટણી, 2 ચમચી ગળી ચટણી નાખો.
6. તમામ સામ્રગી સારી રીતે મિક્સ કરો.
7. હવે એક પ્લેટમાં બેથી ત્રણ ચમચી ભેલપુરી નાખો. તેની પર કોથમીર તથા ચાટ મસાલો નાખીને સર્વ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page