Thursday, April 18, 2024
Google search engine
HomeRecipeટેસડો પડી જશે! ઘરે જ બનાવો કાઠિયાવાડી 'લસણિયા બટાકા'નું તીખું તમતમતું શાક

ટેસડો પડી જશે! ઘરે જ બનાવો કાઠિયાવાડી ‘લસણિયા બટાકા’નું તીખું તમતમતું શાક

અમદાવાદઃ બટાકાનું શાક નાનાથી માંડી મોટેરાઓને ઘણું જ પ્રિય હોય છે. આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ લસણિયા બટાકાનું શાક કેવી રીતે બનાવાય તેની રેસિપી.

સામગ્રી:

– 500 ગ્રામ બટાકા (નાની સાઇઝના)
– 50 ગ્રામ લસણ
– આદુનો ટુકડો
– 2-3 લીલા મરચાં
– અડધી ચમચી રાઇ
– એક ચમચી જીરૂ
– ચપટી હીંગ
– અડધી ચમચી હળદર
– એક ચમચી ધાણા પાવડર
– એક ચમચી લાલ મરચાનો પાવડર
– 50 ગ્રામ શેકેલી મગફળીનો ભૂકો
– એક ચમચી તલ
– જરૂર પ્રમાણે મીઠું, તેલ
– લાલ સુકા મરચાં
– તમાલપત્ર
– કોથમીર

રીત:

1. બટાકાને બાફીને છાલ ઉતારી નાખો.

2. લસણ અને આદુની પેસ્‍ટ બનાવો. તપેલીમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ નાખો.

3. જીરૂં તતડી જાય ત્યારબાદ તેમાં હીંગ, લાલ સુકા મરચાં, તમાલપત્ર, ધાણા પાવડર અને આદુ-લસણની પેસ્‍ટ નાખી હલાવો.

4. ત્‍યારબાદ તેમાં મગફળીનો ભૂકો, તલ, લાલ મરચા પાવડર, મીઠું તથા હળદર નાખી બરોબર મિક્સ કરો.

5. તેમાં બારીક સમારેલા લીલા મરચાં અને બાફેલા બટાકા અને એક કપ પાણી નાખી હલાવો.

6. લગભગ 3-4 મિનિટ રાખી ગેસ પરથી ઉતારી લો. ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરો અને ગરમ ગરમ પરોઠા સાથે સર્વ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page