Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodઐશ્વર્યા રાયના સંબંધો સાસુમા જયા બચ્ચન સાથે કેવા છે, પતિ અભિએ ખોલ્યું...

ઐશ્વર્યા રાયના સંબંધો સાસુમા જયા બચ્ચન સાથે કેવા છે, પતિ અભિએ ખોલ્યું સીક્રેટ

મુંબઈઃ અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાય બોલિવૂડના બેસ્ટ કપલમાંથી એક છે. તેમની લવ સ્ટોરીની શરૂઆત ‘ગુરુ’ના સેટ પરથી થઈ હતી. બંનેએ 20 એપ્રિલ, 2007ના રોજ લગ્ન કર્યાં હતાં. આ બંનેના લગ્નને 14 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેમને 9 વર્ષની દીકરી આરાધ્યા છે. લગ્નના થોડાં દિવસ પહેલાં જયા બચ્ચને એક અવોર્ડ શો દરમિયાન ઐશ્વર્યા રાયના વખાણ કર્યાં હતાં. જયા બચ્ચને કહ્યું હતું કે ઐશ્વર્યા તમામને માન આપે છે. તે ફેમિલી વેલ્યૂને સારી રીતે સમજે છે.

અભિષેકે માતા તથા પત્નીના સ્પેશિયલ બોન્ડ અંગે વાત કરી હતી
અભિષેકે થોડાં વર્ષ પહેલાં પત્ની તથા મમ્મીના બોન્ડિંગ અંગે વાત કરી હતી. અભિષેકે કહ્યું હતું કે કેવી રીતે બંને મળીને તેના વિરુદ્ધ ષડયંત્ર કરે છે. અભિએ જણાવ્યું હતું કે મમ્મી તથા એશ તેની વિરુદ્ધ ષડયંત્ર કરે છે. બંને બંગાળી ભાષામાં વાત કરે છે.

વધુમાં અભિએ કહ્યું હતું કે તેની મમ્મીને બંગાળી ભાષા બહુ સારી આવડે છે. જ્યારે ઐશ્વર્યા દિવંગત રિતુપર્ણો ઘોષની ફિલ્મ ‘ચોખેર બાલી’ના શૂટિંગ દરમિયાન બંગાળી શખી હતી. આથી જ્યારે પણ તેમને તેના વિરુદ્ધ ટીમ બનાવવી હોય તો તેઓ બંગાળીમાં વાત કરવાની શરૂ કરી દે છે.

ઐશ્વર્યા તથા અભિષેક સો.મીડિયામાં રેગ્યુલર રીતે અંગત જીવનની તસવીરો શૅર કરતાં હોય છે. હાલમાં જ ઐશ્વર્યાની માતા વૃંદા રાયનો 70મો જન્મદિવસ હતો. એશે માતાના જન્મદિવસની સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી.

આ તસવીર શૅર કરીને ઐશ્વર્યાએ કહ્યું હતું, હેપ્પી 70મો બર્થડે ડાર્લિંગ મોમી. લવ યુ. તસવીરમાં તમામ લોકો ખુશ જોવા મળ્યા હતા. અભિષેક ઘણો જ સ્માર્ટ લાગતો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા છેલ્લે 2018માં ફિલ્મ ‘ફન્ને ખાન’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ તથા અનિલ કપૂર સાથે હતી. ઐશ્વર્યા રાય ડિરેક્ટર મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયીન સેલવાન’માં કામ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page