Monday, April 15, 2024
Google search engine
HomeGujaratવિચલિત કરી દેતો બનાવ, કેરટેકરે 8 માસના મામૂસને ઉછાળી ઉછાળીને પછાડ્યો

વિચલિત કરી દેતો બનાવ, કેરટેકરે 8 માસના મામૂસને ઉછાળી ઉછાળીને પછાડ્યો

ગુજરાતમાં એક હચાવતી ઘટના સામે આવી છે. સુરતમાં બાળકને સાચવવા માટે રાખેલી કેરટેકરે નિર્દય રીતે બાળકને ઉછાળીને ઉછાડ્યો હતો. જેનાથી બાળકને બ્રન હેમરેજ થઈ ગયું હતું. સુરતના રાંદેર પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. તેણે 5 મિનિટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડી, કાન આમવી હવામાં ફંગોળી માર માર્યો હતો, જેને કારણે બાળક બેહોશ થઈ ગયું હતું, આથી કેરટેકરે બાળકનાં માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેન હેમરેજ થયાનું ખૂલ્યું હતું.

આ અંગે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરાતાં કેરટેકર મહિલા બાળક પર 5 મિનિટ સુધી અત્યાચાર કરતી હોવાના ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા હતા. બાળક રડતું હોવા છતાં કેરટેકરને જરાય દયા આવી ન હતી. આખરે મામલો રાંદેર પોલીસ સ્ટેશનમાં ગયો હતો. બાળકના પિતા મિતેશ પટેલે મોડી રાતે ફરિયાદ આપી છે, જેના આધારે કેરટેકર કોમલ રવિ ચાંદલેકર (રહે, શ્રદ્ધા દીપ સોસા, સિંગણપોર)ની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી છે. કેરટેકર તરીકે કોમલ છેલ્લા 3 મહિનાથી રાખી હતી અને તેનો 3 હજારનો પગાર હતો. 8 માસનાં બે ટ્વિન્સ બાળકો છે અને બાળકના પિતા સ્કૂલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં ઈન્સ્ટ્રચર છે. જ્યારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કૂલમાં નોકરી કરે છે.

આ બાબતે પોલીસે જણાવ્યું હતુંકે કોમલને સંતાનો નથી, ઉપરથી ઘરનું ટેન્શન હતું. જેથી તેણે બાળક પર ગુસ્સો ઠાલવી તેને પલંગમાં પછાડી, કાન આમળી તેમજ હવામાં ઉછાળી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતા ઘરેથી નોકરી પર જતાં હતાં ત્યાર પછી બાળકો ખૂબ રડતાં હોય છે એવું સ્થાનિકોએ વાલીને અગાઉ વાત પણ કરી હતી, આથી વાલીએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા, જેને કારણે કેરટેકરનો મામલો બહાર આવી ગયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page