Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightઆ ગુજરાતી યુવાને ‘થાઈ ગુવા’ની કરી અધતન ખેતી, જાણો છેલ્લા ત્રણ વર્ષમાં...

આ ગુજરાતી યુવાને ‘થાઈ ગુવા’ની કરી અધતન ખેતી, જાણો છેલ્લા ત્રણ વર્ષમાં કેટલાની કરી કમાણી

ભરૂચ: અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટના સાહસી યુવાન કોશીક પટેલ દ્વારા પોતાની પરંપરાગત ખેતીને ત્યાગી આધુનિકતા સાથે તાલ મેળવી નવા પ્રયોગો કરી પોતાના 3 વીઘાના ખેતરમાં જમરૂખની આધુનિક જાત એવી ‘થાઈ ગુવા’ (વિદેશી નામ છે) જેના એવરેજ ફળનું વજન 700/1000 ગ્રામ હોય છે તેવા છોડના રોપા રાય પુર(છત્તીસગઢ)થી લાવી 5 વર્ષ પેહલા લગાડેલ હતા.

આ ખેતીનું ઉત્પાદન તેઓ છેલ્લા 3 વર્ષથી લઈ રહ્યા છે અને તેઓએ રોપા લગાડ્યાના ત્રીજા વર્ષે ત્રણ એકરમાં 4 લાખ રૂપિયાનું, ચોથા વર્ષે 7.5 લાખનું અને પાંચમાં વર્ષે 10 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે. આમ તેઓએ ગુજરાતના ખેડૂતો માટે એક નવી રાહ ચીંધી છે અને તે બદલ તેમને નાબાર્ડ સહીતના અનેક એવોર્ડ પણ મળ્યાં છે.

આજે સ્થાનિક ખેડૂતો પરંપરાગત ખેતી એટલેકે શેરડી, કપાસ, કેળ કે શાકભાજીમાં પાણીની અછત, મોંઘી મજુરી અને પોષણ ક્ષમ્ય ભાવોના મળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે આ આધુનિક ખેતીમાં આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ આવી જાય છે અને બમણો નફો મળે છે. આ આધુનીક ખેતીમાં જો વિશેષ કાળજી રાખવાની જરૂર પડે છે. આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક આપ્યો છે જે આ ખેતી દ્વારા સિદ્ધ થાય એમ છે.

આ યુવાન દ્વારા ખેડૂત સંગઠન બનાવી અને અભ્યાસ અર્થે અનેક રાજ્યોના પ્રવાસ કરી આધુનિક ખેતીની પ્રેરણના મેળવી હતી. ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ દ્વારા પાણીના ઉપયોગ થી ઓછા પાણીમાં ઓછી મેહનતે ખેતી કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page