Monday, April 15, 2024
Google search engine
HomeNationalબે સગીર બહેનપણીઓ રોજ સેક્સ માણતી, મિત્રે રંગેહાથે પકડી ને પછી...

બે સગીર બહેનપણીઓ રોજ સેક્સ માણતી, મિત્રે રંગેહાથે પકડી ને પછી…

જયપુરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 16 વર્ષની એક છોકરી તેની મિત્ર અને તેના માતા-પિતાની વિરુદ્ધ 16 વર્ષની એક એન્ય છોકરીના માતા-પિતાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તેમનું કહેવું છે કે, જ્યારથી પુત્રી મિત્રના ઘરેથી પરત આવી છે ત્યારથી તણાવમાં રહેતી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ જયપુર પોલીસ કમિશ્નર હેઠળ નાહરગઢ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કરી રહ્યાં છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ સમલૈંગિકનો કેસ છે. જે છોકરીની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે પણ તે જ વિસ્તારમાં રહે છે. પીડિત છોકરીના માતા-પિતાએ જણાવ્યું કે, તેમની પુત્રીની મિત્ર તેની બહુ જ નજીક રહેતી હતી. પુત્રી અભ્યાસના નામ પર ત્યાં જતી હતી પરંતુ ત્યાં તેની સહેલી તેની સાથે ગંદુ કામ કરતી હતી. બેડ પર ગંદુ કામ કરતાં હતાં તે સમયે તેમનો દોસ્ત આવી ગયો અને બન્નેને પકડી લીધા હતાં. ત્યાર બાદ પહેલાં તો બન્નેનો વીડિયો બનાવ્યો પછી તેણે પણ પુત્રીની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતાં. આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.

આરોપી છોકરી અને તેના મિત્રએ મળીને પુત્રી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતાં. પુત્રી જ્યારે તણાવમાં રહેવા લાગી તો તેણે તેના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. માતાને જ્યારે આ ઘટનાની વિશે ખબર પડી તો માતા પણ ચોંકી ગઈ હતી. તેણે છોકરીના પિતાને આ ઘટના અંગે વાત કરી ત્યાર બાદ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.

પીડિત છોકરીના પિતાનું કહેવું છે કે, આ સમગ્ર ઘટનામાં આરોપી છોકરી તેનો મિત્ર અને છોકરીના માતા-પિતા પણ સામેલ છે. જેના પીડિત છોકરીના પિતાએ પોલીસને ઘટનાના પુરાવા પણ આપ્યા હતાં. આ પુરાવાના આધાર પર પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

નાહરગઢ પોલીસે કહ્યું કે, કેસ બહુ જ ચોંકાવનાર છે. આરોપ લગાવનાર છોકરી અને જેની પર આરોપ લગાવવામાં આવ્યા છે તે છોકરો-છોકરી પણ નાની ઉંમરના છે. એટલા માટે કોઈની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

તમામ તસવીરો પ્રતિકાત્મક છે

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page