Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratરૂમ પાર્ટનર શબનમે નફીસાના પ્રેમી રમીઝની પોલ છતી કરી, એવા એવા ઘટડા...

રૂમ પાર્ટનર શબનમે નફીસાના પ્રેમી રમીઝની પોલ છતી કરી, એવા એવા ઘટડા કર્યા કે…

ગુજરાતની વધુ એક દીકરીએ પ્રેમમાં દગો મળતા જીવન ટૂંકાવી લીધું છે. આઈશાની જેમ વડોદરાની નફીસાનો હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીએ અમદાવાદના પ્રેમી રમીઝે લગ્ન કરવાની ના પાડતા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ભાડાના ઘરમાં નફીસાની સાથે તેની રૂમ પાર્ટનર શબનમ પણ રહેતી. શબનમે મીડિયા સમક્ષ કહ્યું છે કે, રમીઝ નફીસાના ઘરના ભાડા સહિતનો ખર્ચ ઉપાડતો તેમજ બંને પાંચ વર્ષથી લિવ-ઇનમાં રિલેશનશીપમાં રહેતા હતા.

રમીઝ લગ્નનો વાયદો કરી ફરી જતા નફીસા ડિપ્રેસનમાં હતી
નફીસાની રૂમ પાર્ટનર શબનમે જણાવ્યું હતું કે, હું નફીસા સાથે ભાડાના ઘરમાં છેલ્લા પાંચ મહિનાથી રૂમ પાર્ટનર તરીકે રહેતી હતી. નફીસા અમદાવાદના રમીઝ નામના યુવકને ખૂબ જ પ્રેમ કરતી હતી. પરંતુ રમીઝ લગ્નનો વાયદો કરીને ફરી ગયો હતો. જેથી ડિપ્રેસનમાં આવીને નફીસાએ આત્મહત્યા કરી લીધી. નફીસા અને રમીઝ છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશીપમાં હતા અને લિવ-ઇનમાં રહેતા હતા. રમીઝ નફીસાના ઘરનું ભાડું, લાઇટ બિલ સહિત તમામ ખર્ચ ઉપાડતો હતો. રમીઝ નફીસાના ભાડાના ઘરમાં આવતો જતો હતો અને બંને પતિ-પત્નીની જેમ જ રહેતા હતા. ઘરમાં અમે હું અને મારા પતિ તેમજ નફીસા અને રમીઝ એમ ચાર લોકો રહેતા હતા.

આપઘાત પહેલા નફીસા સવારે 4 વાગ્યા સુધી ઓનલાઈન હતી
શબનમે કહ્યું કે, નફીસાએ આત્મહત્યા કરી ત્યારે હું ઉપરના રૂમમાં સૂતી હતી. અમે રાત્રે 3 વાગ્યા સુધી સાથે જ હતા. પરંતુ ત્યારે એવું કશું જ લાગ્યું નહીં કે તે આવું પગલું ભરી લેશે. મારે સવારે 9 વાગ્યે નોકરી જવાનું હોવાથી સૂવા માટે ગઇ હતી. સવારે જોયું નીચે આવી પડદો હટાવ્યો તો હું તેને લટકતી જોઇ ચોંકી ગઇ અને પોલીસ તેમજ તેના પરિવારના લોકોને માહિતી આ અંગે જાણ કરી. નફીસા 4 વાગ્યા સુધી તો સોશિયલ મીડિયામાં ઓનલાઇન પણ હતી.

રમીઝનો પરિવાર નફીસા સાથે લગ્નની વિરુદ્ધમાં હતો
શબનમના જણાવ્યા અનુસાર, રમીઝના પરિવારજનો નફીસાને અપનાવવાની ના પાડી રહ્યા હતા. તેથી પરિવારે તેને પણ ઘરમાંથી બહાર કાઢી મુક્યો હતો. નફીસા હંમેશા કહેતી કે, મારે રમીઝ સાથે મારે લગ્ન કરવા છે, હું તેના વિના નહીં રહી શકું. શબનમે કહ્યું કે, રમીઝને કારણે મારી બહેન જેવી ફ્રેન્ડ નફીસાને જીવ ગુમાવવો પડ્યો છે. તેને ન્યાય મળવો જોઇએ.

ઘરમાં ફાંસો ખાધો
નોંધનીય છે કે વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરે અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના યુવકે પ્રેમમાં દગો આપતા અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો તેમજ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાર બાદ નફીસા વડોદરા પરત આવી ગઇ હતી અને 20 જૂન 2022ના રોજ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ યુવતીના પરિવારજનોએ આજે વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ નફીસાએ રિવરફ્રન્ટ પર જે વીડિયો બનાવ્યા હતા તે પણ મીડિયા સમક્ષ આવ્યા છે.


બહોત બુરે હો તુમ…
નફીસા ખોખરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે રિવરફ્રન્ટ પર પોતાના પ્રેમીએ દગો દીધાના વીડિયો પણ બનાવ્યો હતા. જેમાં તે કહી રહી છે કે, રમીઝ તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, બહુત મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહેકે મુઝે વટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમે મેને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઓર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તમમે ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુજે નહીં આતા સમજ મે. તુમ્હારે ઘરવાલે ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખાથા વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.

મેને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલુ
અન્ય એક વીડિયોમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસા કહી રહી છે કે, કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી ન ઘાટ કી. ચાર દિનો સે યહાં ભકટ રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મેને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલુ.

સવા વર્ષ પહેલાં અમદાવાદની આઈશાએ પતિના ત્રાસને કારણે મોતને વ્હાલું કર્યું હતું
25 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસને કારણે મોત વ્હાલું કર્યાં પહેલાં વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. અમદાવાદના આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે સાસરિયાં દ્વારા ત્રાસ અપાતો હોવાની પણ નોંધ લીધી હતી, જેથી 10 વર્ષની જેલની સજા સાથે એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એને બદલે વધુ 6 માસની કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. સેશન્સ કોર્ટે સમાજમાં ઉદાહરણરૂપ કિસ્સો બેસાડવા માટે આ હુકમ કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page