વધુ માત્રામાં વાયેગ્રા લેવાથી વરરાજા થયો હેરાન-પરેશાન, પતિની ડિમાન્ડથી કંટાળી ગઈ દુલ્હન

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમને આશ્ચર્ય થશે. ઘણીવાર માણસ ફેન્ટેસીની દુનિયામાં વધુ ને વધુ આનંદ મેળવવાની લાલસામાં પોતાનો જીવને જોખમમાં મૂકી દે છે.28 વર્ષીય યુવકે લગ્નના થોડાં દિવસ બાદ વાયગ્રાનો ઓવરડોઝ લીધો હતો અને તેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

વાસ્તવમાં આ આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે ત્રણ મહિના પહેલાં થયેલાં લગ્ન બાદ યુવકના મિત્રોએ તેની મર્દાનગીને પડકારી અને પોતાની યૌન શક્તિ વધારવા માટે વાયેગ્રા લેવાની સલાહ આપી.

મિત્રોની સલાહ પર યુવકે 25-30 મિલિગ્રામ વાયેગ્રા ખાવાનું શરૂ કર્યું, પરંતુ તેને લાગ્યું કે તેને સંતોષ નથી મળી રહ્યો. આના પર મિત્રોએ ડોઝ વધારવાની સલાહ આપી અને આ પછી યુવકે 200 મિલિગ્રામ વાયેગ્રા ખાધું અને તેના કારણે તેની હાલત એકદમ ખરાબ થઇ ગઇ હતી.

છોકરાના પ્રાઇવેટ પાર્ટમાં તણાવ હતો, જે 20 દિવસ બાદ પણ ખતમ ના થયો. યુવકથી નારાજ થઈને તેની પત્ની પણ તેના મામા પાસે ચાલી ગઈ. માતા-પિતાએ યુવતીને સાસરે પરત મોકલવાની પણ ના પાડી દીધી હતી. હોસ્પિટલમાં યુવકને દાખલ કર્યા બાદ મહિલા ત્યાંથી જતી રહી હતી.

યુવાનને એક નવી સમસ્યા આવી
ઓપરેશન બાદ છોકરાની સ્થિતિ સામાન્ય હતી, પરંતુ સાથે જ સ્પષ્ટ કરી દીધું હતું કે એક સમસ્યા હવે જીવનભર તેની પાસે રહેશે. તેને કહેવામાં આવ્યું હતું કે, તે બાળકો પેદા કરી શકે છે, પરંતુ તેના પ્રાઇવેટ પાર્ટનો તણાવ હવે ઓછો નહીં થાય. તેથી તેને જાહેર સ્થળે જવા માટે લંગોટી કે ટાઇટ ડ્રેસ પહેરવાની સલાહ આપવામાં આવી હતી.

જોકે, સંગમ નગરી પ્રયાગરાજની સૌથી મોટી સરકારી હોસ્પિટલ મોતીલાલ નેહરુ મેડિકલ કોલેજના ડૉક્ટરોએ તેને એક પડકાર તરીકે લીધો હતો અને દુર્લભ પેનાઇલ પ્રોસ્થેસિસ ઓપરેશન કરીને તેની તમામ સમસ્યાઓનું નિરાકરણ કર્યું હતું. મેડિકલ કોલેજોના ડૉક્ટરોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં જ યુવક સામાન્ય રીતે રહેવા લાગશે અને તેને તેની પત્ની સાથે સંબંધ બાંધવામાં પણ કોઈ સમસ્યા નહીં આવે.

Similar Posts