Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratઅમેરિકાની ધરતી પર બે ગુજરાતી યુવકોએ ધામધૂમથી કર્યાં લગ્ન, આ રહી તસવીરો

અમેરિકાની ધરતી પર બે ગુજરાતી યુવકોએ ધામધૂમથી કર્યાં લગ્ન, આ રહી તસવીરો

આખી દુનિયામાં યુવક અને યુવતીના લગ્ન સામાન્ય વાત છે પરંતુ બે યુવકોના લગ્ન કરે એ વાત થોડી અલગ લાગે છે. આમ કરનાર બીજું કોઈ નહીં પરંતુ બે ભારતીય મૂળના જ યુવકો જ છે. આ ગુજરાતી યુવકોએ એકબીજાને પોતાના હમસફર બનાવ્યા અને લગ્નના સાત ફેરા લીધા હતાં.

પરાગ મહેતા અને વૈભવ જૈન અમેરિકામાં રહેતા બે ભારતીય યુવકો છે. બંને એકબીજાને બહુ જ પ્રેમ કરે છે અને તેમણે ધામધૂમથી લગ્ન પણ કર્યા હતાં. બંને યુવકોએ એપ્રિલમાં લગ્ન કર્યા હતાં. પરંતુ તેઓ અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યા છે.

પરાગ અને વૈભવના લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે, તેમના પરિવારજનો સમલૈંગિકત લગ્નની વિરૂદ્ધ નહોતા અને તેમણે જ ધામધૂમથી તેમની જાન કાઢી હતી. પરાગ અને વૈભવે પોતાના લગ્નમાં કોઈ કસર છોડી નહોતી.

પોતાના લગ્નમાં બંને દુલ્હાની જેમ તૈયાર થઈને આવ્યા હતા અને બંનેની જાન પણ આવી હતી. માથા પર સાફો બાંધવાથી લઈ હાથમાં મહેંદી મૂકી અને બંનેએ તમામ પરંપરાઓ પૂરી કરી હતી. પોતાના લગ્નના રીત-રિવાજોથી જોડતા આ બંને એ મોડર્ન ટચ આપ્યો હતો.

બંને વરઘોડામાં પરિવારજનોની સાથે નાચતાં-નાચતાં મંડપ સુધી પહોંચ્યા હતાં. લગ્નનું સ્વાગત પણ સારી રીતે થયું હતું અને બંનેની સાસુએ તેમના તિલક પણ કર્યાં હતાં.

વાત કન્યાદાનની આવી તો ત્યારે પણ વૈભવે તેમાં થોડોક ચેન્જ કરવામાં આવ્યો હતો. વૈભવે કન્યાદાનની બદલે વરદાન કરાવ્યું હતું. તેમાં દુલ્હાનું દાન થયું હતું.

તેમાં સૌથી સારી વાત એ છે કે, વૈભવ અને પરાગના પરિવારજનો બંનેને ખૂબ સારી રીતે સમજ્યાં અને તેમને સાથ આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page