Thursday, April 18, 2024
Google search engine
HomeBollywoodમહાભારતમાં ‘ભીમ’નું પાત્ર નિભાવનાર શાનદાર એક્ટરનું નિધન, બોલિવૂડમાં સન્નાટો

મહાભારતમાં ‘ભીમ’નું પાત્ર નિભાવનાર શાનદાર એક્ટરનું નિધન, બોલિવૂડમાં સન્નાટો

બીઆર ચોપડાના મશહૂર સીરિયલ મહાભારતમાં ભીમનુ પાત્ર નિભાવનાર શાનદાર એક્ટર પ્રવીણ કુમાર સોબતીનુ નિધન થઈ ગયુ છે. પ્રવીણ કુમારે 74 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લેતા આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધુ છે. પ્રવીણ કુમારના નિધનના સમાચારથી દરેક આઘાતમાં છે. પ્રવીણ કુમાર સોબતીનુ નિધન દિલ્હીમાં થયુ છે.

પ્રવીણ કુમાર સોબતીએ એક્ટિંગ જ નહિ પરંતુ રમતની દુનિયામાં પણ ખૂબ નામ કમાયું હતું. પંજાબ સાથે જોડાયેલા પ્રવીણ કુમારે બોલીવુડની ઘણી ફિલ્મોમાં મુખ્ય રોલ પણ ભજવેલ હતો. ફિલ્મોમાં અવારનવાર તેઓ વિલનની ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. ખેલથી લઈને એક્ટિંગના ક્ષેત્રમાં પ્રવીણ કુમારે હંમેશા પોતાનું 100 ટકા આપવાની કોશિશ કરી હતી તેમજ દરેક વાર તેમને સફળતા પ્રાપ્ત થઇ હતી.

આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા
પોતાના કદ કાઠીને કારણે પ્રવીણ કુમાર સોબતી લોકો વચ્ચે પ્રસિદ્ધ હતા તથા મહાભારત માટે ભીમના રોલમાં તેમને એ પ્રકારે જીવ ફૂંક્યો હતો કે લોકોએ તેમને ખૂબ જ પસંદ કર્યા. કહેવામાં આવી રહ્યું છે કે નિધન પહેલા પ્રવીણ કુમાર સોબતી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તથા લાંબા સમયથી તેઓ બીમાર પણ હતા.

રમતની દુનિયામાં પણ કમાયું નામ
એક્ટિંગમાં આવતા પહેલા પ્રવીણ કુમાર સોબતી એથલીટ હતા. તેમણે એશિયન તથા કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કર્યું હતું. તેમને અર્જુન એવોર્ડથી પણ સમ્માનિત કરાયા હતા. રમતની દુનિયામાં નામ કમાયા બાદ તેમણે સીમા સુરક્ષા બળ(BSF) ની નોકરી પણ કરી હતી.

‘મહાભારત’ના ભીમની બોલિવૂડ ફિલ્મ્સ
​​​​​​પ્રવીણ કુમાર સોબતીએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ‘કરિશ્મા કુદરત કા’, ‘યુદ્ધ’, ‘જબરદસ્ત’, ‘સિંહાસન’, ‘ખુદગર્ઝ’, ‘લોહા’, ‘મોહબ્બત કે દુશ્મન’, અને ‘ઈલાકા’ જેવી ફિલ્મો તેમણે કરી હતી​​​​​​.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page