Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodડિરેક્ટર પતિએ જ પત્નીને ગોળી ધરબી દીધી, લાશને કારની ડેકી મૂકી દીધી...

ડિરેક્ટર પતિએ જ પત્નીને ગોળી ધરબી દીધી, લાશને કારની ડેકી મૂકી દીધી અને પછી…

અભિનેત્રી રિયા કુમારી ઉર્ફ ઈશા આલિયાની બુધવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં હવે ઘટસ્ફોટ થયો છે કે ઈશાના ડિરેક્ટર પતિએ જ તેને ગોળી મારી હતી. ત્યાર બાદ પોલીસને લૂંટફાટની કહાની જણાવી હતી. એટલું જ નહીં તે પત્નીની લાશ કારની ડેકીમાં લઈને ખુદ પોલીસમાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાલમાં હાવડાના ઉલુબેરિયામાં ઝારખંડની અભિનેત્રી ઈશા આલિયાને પોઈન્ટ ઝીરો રેન્જથી ગોળી મારવામાં આવી હતી. આ ઘટનામાં ડિરેક્ટર પતિ પ્રકાશ અલબેલા જ આરોપી છે. પત્ની રિયા કુમારી જ્યારે ઉંઘી રહી હતી ત્યારે પતિએ તેને ગોળી મારીને મારી નાખી હતી.

પ્રકાશે પહેલા શું વાર્તા ઘડી હતી?
પ્રકાશે પોલીસને કહ્યું હતું કે તે પત્ની રિયા કુમારી અને બે પુત્રી સાથે પોતાની કારથી કોલકોતા જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે લૂંટના ઈરાદે અમુક લૂંટારુઓએ કાર રોકી હતી. આ જોઈને રિયાની પણ લૂંટારાઓ સાથે ઝપાઝપી થઈ અને પતિને બચાવવાનો પ્રયાસ કરવા લાગી. આ દરમિયાન લૂંટારાઓએ ફાયરિંગ કર્યું હતું અને ગોળી રિયા કુમારીના કાનમાં વાગી હતી. અને તેનું મોત થયું હતું. પછી તેની ડેડબોડી કારમાં લઈને કોલકાતા પોલીસમાં ગયો હતો.

પત્ની સૂતી હતી અને ગોળી મારી
પોલીસ સૂત્રોને દાવો કર્યો છે કે ઈશા આલિયા જ્યારે ઉંઘી રહી તી ત્યારે પ્રકાશે તેને ગોળી મારી હતી. આ હત્યાકાંડમાં પ્રકાશની પહેલી પત્નીનું નામ પણ સામે આવ્યું છે. બંનેએ મળીને હત્યાને અંજામ આપ્યો છે.

પરિવારે શું આરોપ મૂક્યા
હાવડા ગ્રામીણ એસપી સ્વાતિ ભંગાલિયાએ જણાવ્યું હતું કે રિયા કુમારીના પરિવારજનોએ પ્રકાશ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. તે પણ વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે. પોલીસ તેને આજે કોર્ટમાં રજૂ કરશે.

બંનેએ પ્રેમલગ્ન કર્યા હતાં
બંનેએ પ્રેમલગ્ન કર્યાં હતાં. કહેવાય છે કે શરૂઆતમાં પ્રકાશે રિયા ઉર્ફે ઈશાને અપનાવવાની ના પાડી દીધી હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, એ બાદ બંનેએ લગ્ન કર્યા હતા. બંને રાંચીમાં એક ફ્લેટમાં સાથે રહેતાં હતાં. તેના પર ઘણા ગંભીર આરોપો છે. સંબંધીઓનું કહેવું છે કે તે પહેલાં પણ રિયાને મારતો હતો અને તેના પર ત્રાસ ગુજારતો હતો.

મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું
ઈશા આલિયાને બે વર્ષની નાની બાળકી છે, જેને પોલીસ મથકમાં જ રાખવામાં આવી છે. ગઈકાલે મોડી રાત બાદ પરિવારજનો બાળકીને પોલીસ મથકેથી બહાર લઈ જવા માટે પરેશાન રહ્યા હતા, પરંતુ પોલીસે કોઈની પણ સાથે બાળકીને લઈ જવાનો ઈનકાર કરી દીધો હતો. ઈશા આલિયાના સંબંધીઓ કોલકોતામાં રહે છે, જેઓ મોડી રાતે પોલીસમથકે પહોંચ્યા હતા. તેઓ બાળકી માટે દૂધ અને ખાવા-પીવાની ચીજો લઈને આવ્યા હતા.

અભિનેત્રી હજારીબાગની રહેવાસી હતી
જોલીવૂડ એક્ટર રમણ કુમાર સાથેની વાતચીત અનુસાર, તે મૂળ હજારીબાગની હતી. રાંચીના ટાગોર હિલ વિસ્તારમાં તેનો ફ્લેટ હતો. એ જ ફ્લેટમાં પતિ પ્રકાશ અલબેલા અને બે વર્ષની પુત્રી સાથે રહેતી હતી. રિયા કુમારીએ વર્ષ 2009માં ઝારખંડી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. નાગપુરીની સાથે તેણે ભોજપુરી, ખોરઠા, બાંગ્લા સહિત અનેક આલ્બમમાં કામ કર્યું હતું. આ ઈન્ડસ્ટ્રીમાં તેની એક અલગ ઓળખ હતી.

જોલીવૂડમાં શોકની લહેર
આ ઘટના બાદ જોલીવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા કલાકારો દુઃખી છે. તેની સાથે ઘણા આલ્બમમાં કામ કરી ચૂકેલા રોકીએ કહ્યું હતું કે તે ખૂબ જ સરળ અને સીધી યુવતી હતી. તે ખૂબ જ મહેનતુ હતી અને તેનું કામ સારી રીતે જાણતી હતી. તેના જવાથી ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page