Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodમંદાકિની વર્ષો બાદ જોવા મળી જાહેરમાં, હવે લાગે છે કંઈક આવી

મંદાકિની વર્ષો બાદ જોવા મળી જાહેરમાં, હવે લાગે છે કંઈક આવી

બોલિવૂડ અભિનેત્રી મંદાકિનીએ 80 ના દાયકામાં તેની સુંદરતાથી લાખો દિલો પર રાજ કર્યું હતું. રાજ કપૂરની ‘રામ તેરી ગંગા મૈલી’એ મંદાકિનીને રાતોરાત સ્ટાર બનાવી દીધી. મંદાકિનીએ આ ફિલ્મમાં તેની સુંદરતા અને નિર્દોષતાથી સૌ કોઈને પ્રભાવિત કર્યા. જોકે, આ ફિલ્મની સફળતા બાદ પણ મંદાકિનીના કેરિયરને જે ઉડાન જોઇતી હતી તે ના મળી શકી. જે ઝડપથી તે સફળ થયા, તેટલી જ ઝડપથી તે વિસ્મૃતિના અંધકારમાં ખોવાઈ ગઈ.

મંદાકિનીએ પોતાના બોલિવૂડ કરિયરમાં ‘રામ તેરી ગંગા મૈલી’ સિવાય ‘ડાન્સ-ડાન્સ’, ‘લોહા’, ‘જલ’, ‘શેષનાગ’ અને ‘તેઝાબ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેનાથી તેની કારકિર્દીને ખાસ ફાયદો થયો નથી. તે છેલ્લે વર્ષ 1996માં ફિલ્મ ‘જોરદાર’માં જોવા મળી હતી.

થોડા વર્ષો બાદ તેણે બોલીવૂડને અલવિદા કહીને પોતાનું ઘર વસાવી લીધું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ મંદાકિની હાલ તિબેટમાં યોગા ક્લાસ ચલાવે છે. જોકે, મંદાકિનીનો લુક હવે ઘણો બદલાઇ ગયો છે. તે અવારનવાર તેની ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આજે પણ મંદાકિનીની સુંદરતાના વખાણ કરતાં લોકો ખચકાતા નથી.

આમ, જોવા જઈએ તો 58 વર્ષની ઉંમરમાં પણ મંદાકિની ખૂબ જ આકર્ષક અને ફિટ લાગે છે. મીડિયા રિપોર્ટ્સ પરથી મળતી માહિતી મુજબ મંદાકિની તિબેટમાં યોગા ક્લાસિસ આપે છે અને તિબેટની દવાઓ પણ વેંચે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page