Monday, April 15, 2024
Google search engine
HomeGujaratકોહલી જે ‘ગુજરાતી દાદી’ને ભેટી પડ્યો હતો તેમણે ફાઈનલ સુધીની ટિકિટો કરાવી...

કોહલી જે ‘ગુજરાતી દાદી’ને ભેટી પડ્યો હતો તેમણે ફાઈનલ સુધીની ટિકિટો કરાવી દીધી છે બૂક

આણંદઃ વડાપ્રધાન, કેપ્ટન વિરાટ કોહલી, ઉદ્યોગપતિ મહિન્દ્વા, રણવીરસિંહ, અનુષ્કા શર્મા, બોમન ઈરાની સહિત અનેક દિગ્ગજોએ જેમના ફોટા ટ્વીટ કર્યાં તે 87 વર્ષીય ચારૂલત્તાબહેન પટેલ મૂળ ચરોતરના પેટલાદના સુણાવ ગામના રહેવાસી છે.

તેઓએ વર્લ્ડકપની સેમિફાઈનલ, ફાઈનલ સહિત ભારતની તમામ મેચોનું એડવાન્સ બુકીંગ કરાવી દીધું હતું. તેઓ વ્હીલચેરમાં બેસીને ગાલ પર ભારતીય ધ્વજનું ચિન્હ લગાવીને પીપુડુ વગાડતાં ભારતીય ક્રિકેટ ટીમનો જુસ્સો વધારવા સ્ટેડિયમમાં પહોંચી જાય છે. ભારતની ટીમ તમામ મેચો જીતે અને વર્લ્ડકપ મેળવે તેવી ભગવાનને પ્રાર્થના કરે છે.


ઈન્ડિયાના ફેન લંડનના ક્રોયડનમાં રહેતાં ચારૂલતાબહેન પટેલનો પુત્ર યોગીનભાઇ પટેલ વિદ્યાનગરમાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વમાં ગમે તે સ્થળે ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે મારી માતા ટીવી સામે ગોઠવાઈ જાય છે. કયા વર્ષે કઈ ટીમ અને કયા બેટ્સમેન કેટલા રન કે બોલરની વિકેટો, પરિણામ સહિત તમામ મેચોની માહિતી ઉપલબ્ધ છે.

હવે ફોન આવતાં તે હવે ચોપડામાં લખતાં નથી. 10 વર્ષ પહેલા થાપાનું હાડકું તુટી ગયું હોવાથી તેઓ વ્હીલચેરમાં ફરે છે. છતાં પણ તેઓ ઈંગ્લેન્ડના તમામ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચી જાય છે. બર્મિંગહામમાં ટીમ ઈન્ડિયાને જોશ પૂરું પાડવા માટે લંડનથી રાત્રે 12 કલાકે કારમાં બેસીને પાંચ કલાકની મુસાફરી કરીને પહોંચી ગયાં હતાં.

કેપ્ટન વિરાટ કોહલી પેવેલિયનમાં બેસીને મેચ નિહાળી રહ્યાં હતાં. ત્યારે લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન પીપુડુ વગાડીને ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારી રહેલા ચારૂલતાબેનને સ્ક્રીન પર જોયા હતાં. જેથી કોહલી તેમની પાસે આવ્યો હતો. તેમની સાથે વાતો પણ કરી હતી. ત્યારે ચારૂલતાબેને માથા પર હાથ મુકીને ભારતીય ટીમ વર્લ્ડકપ જીતે તેવા આર્શીવાદ આપ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page