|

ભરૂચ: ચાલુ ટ્રેને ચઢવા જતાં પગ લપસી જતાં બાળક સાથે મહિલા નીચે પટકાઈ, RPFના જવાને બચાવ્યો બન્નેનો જીવ

ભરૂચ: ભરૂચમાં RPFનાં જવાનની સમય સુચકતાએ એક મહિલા અને બે માસના બાળક જીવ બચાવ્યો હતો. રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં અચાનક મહિલાનો પગ લપસી ગયો હતો અને મહિલા અને બાળક પટકાતાં આરપીએફ જવાને બંનેને સાઈડમાં ખેંચી લેતાં મહિલા અને બે માસનાં બાળકો આબાદ બચાવ થયો હતો. રેલવે સ્ટેશનમાં 4 નંબરના પ્લેટફોર્મ પર આ ઘટના ઘટી હતી.

એક મહિલા ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ચઢવા જતાં તે નીચે પટકાઈ હતી. આ મહિલાના હાથમાં બે માસનું બાળક પણ હતું. જોકે રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહેલ RPF કોન્સ્ટેબલની સમયસૂચકતાને કારણે મોટી ઘટના ટળી ગઈ હતી.

કોન્સ્ટેબલે તરત મહિલા અને બે માસના બાળકને ટ્રેનમાંથી બહાર કાઢ્યા હતા. જેથી બંનેનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેની સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.