Tuesday, April 16, 2024
Google search engine
HomeBusinessવિદેશીઓને ભારતની 'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેનનું લાગ્યું ઘેલું, રેલવે પાસે ખરીદવાની કરી...

વિદેશીઓને ભારતની ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનનું લાગ્યું ઘેલું, રેલવે પાસે ખરીદવાની કરી માંગ

નવી દિલ્હી: ભારતની અત્યાધુનિક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ વિદેશીઓને પસંદ આવી છે અને તે આને ખરીદવા માંગે છે. ‘ટ્રેન 18’ નામથી પ્રસિદ્ધ થયેલી આ ટ્રેનના 60 હજારમા કોચને દેશને સમર્પિત કરતાં રેલવે બોર્ડના એક સભ્યે આ જાણકારી આપી હતી. રેલવે બોર્ડના સભ્ય (રોલિંગ સ્ટૉક) રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કેટલાક દક્ષિણ પૂર્વ એશિયન અને દક્ષિણ અમેરકીન દેશોથી ‘ટ્રેન 18’ના ડબ્બાની માંગ આવી છે.

પહેલા દેશની માંગ પૂરી કરીશું

અગ્રવાલે જણાવ્યું કે અત્યારે રેલવેનું ફોકસ દેશની માંગ પૂરી કરવાનું છે. એટલા માટે નિકાસની સંભાનવાઓ પર બાદમાં વિચાર કરવામાં આવશે. અગ્રવાલે કહ્યું કે આ ગર્વની વાત છે કે ઈન્ડિયન કોચ ફેક્ટરી (આઈસીએફ)એ ગયા વર્ષ( 2018-19)મા 3262 કોચિસને રોલ આઉટ કર્યા હતા. જેના લીધે આઈસીએફ દુનિયાની સૌથી મોટી કોચ નિર્માતા બની ગઈ છે. એટલું જ નહીં આઈસીએફ ટૂંક સમયમાં 4 હજારથી વધુ કોચનું નિર્માણ કરીને પોતાનો જ રેકોર્ડ તોડી નાંખશે. ભારતીય રેલવેને કોચ સુધાર માટે 2500 કરોડ રૂપિયાની યોજના બનાવી છે.

પીએમ મોદીએ દેખાડી હતી લીલી ઝંડી

વંદ ભારત એક્સપ્રેસને પીએમ નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં લીલી ઝંડી દેખાડી હતી. આ ટ્રેનને પહેલી ‘ટ્રેન 18’ નામથી ઓળખમાં આવે છે. આ ટ્રેન નવી દિલ્હી સ્ટેશનથી વારાણસી વચ્ચે ચાલે છે.

શું છે આ ટ્રેનની ખાસિયત

મેઈ ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલી આ ટ્રેનની સરેરાશ સ્પિડ 160 કિલોમિટર પ્રતિ કલાક છે અને ટૉપ સ્પિડ 180 કિલોમિટર પ્રતિ કલાક છે. રૂટ પર સ્પિડ લિમિટ હોવાના કારણે આને 130 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી ચલાવવામાં આવે છે. ટ્રેનમાં વાઈફાઈ, જીપીએસ, ટચ ફ્રી બાયો ટૉયલેટ, એલઈડી લાઈટિંગ, મોબાઈ ચાર્જિંગ અને ક્લાઈમેન્ટ કન્ટ્રોલ સિસ્ટમ છે. ટ્રેન બધી રીતે ઓટોમેટિક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page