Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratડોક્ટરે મૃત જાહેર કરતાં પરિવારે દફનવિધિ શરૂ કરી ને બાળકીએ અચાનક ખોલી...

ડોક્ટરે મૃત જાહેર કરતાં પરિવારે દફનવિધિ શરૂ કરી ને બાળકીએ અચાનક ખોલી આંખો

ધરમપુર નજીકના પાનવા ગામની મહિલાએ સાતમા મહિને બાળકીને જન્મ આપતા વજન ઓછું હોવાથી ૬ દિવસ પેટીમાં રાખ્યા બાદ હોસ્પિટલમાં ડૉક્ટરે મૃત જાહરે કરતા પરિવારજનો સ્માશાનમાં ખાડો ખોદી અંતિમવિધિ શરૂ કરતા પિતાના હાથમાં રહેલા નવજાત બાળકીએ હલનચલન સાથે આંખો ખોલતા તમામ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

ધરમપુરના પાનવા ગામે પટેલ ફળીયામાં રેહતા જયમતીબેન અજયભાઈ ચૌધરી ગર્ભવતિ હોવાથી તા. 1-3-22ના રોજ ધરમપુરની જનની હોસ્પિટલમાં પ્રસુતિ થઈ હતી જેમાં સાતમા માસે બાળકીને જન્મ આપ્યો હતો પણ તેનું વજન ઓછું હોવાથી કાચની પેટીમાં રાખવી પડશે એવું પરિવારને જણાવી બાળકીને સતત 6 દિવસ સારવાર આપ્યા ડૉક્ટરે બાળકી મૃત હોવાનું જણાવી તમારા સાગા-સંબંધીને બોલાવી લો એમ કહી બાળકીનો કબજો આપી દીધો હતો.

નવજાત શિશુના મોતને લઈ પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતા. બાળકીને સ્મશાનમાં લઇ જઇ જમીનમાં ખાડો ખોદી તેની અંતિમ વિધિ કરવાની તૈયારી ચાલતી હતી ત્યાં અચાનક પિતાએ હાથમાં પકડેલી બાળકીએ હાથ-પગ મરોડીને આંખ ખોલતા હાજર તમામ લોકો ઘટનાને કુતૂહલવશ જોતા રહ્યા હતા.

ગામના સરપંચને અંદાજ આવી જતા તરત બાળકીને 108માં વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં એક દિવસની સારવાર આપ્યા બાદ પરિવાર ખર્ચને પોહચી વળે એમ ન હોય બાળકીને ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં એન આઈ સી યુમાં રાખવાના આવી છે હાલ તેની સ્થિતિ સુધારા ઉપર છે. આજે બાળકીને ફિડિંગ પણ કરાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page