Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratઆ ગુજરાતી IPSથી થર થર ધ્રુજે છે આતંકીઓ, નોકરી કરતાં કરતાં...

આ ગુજરાતી IPSથી થર થર ધ્રુજે છે આતંકીઓ, નોકરી કરતાં કરતાં PSC પાસ કરી

‘જીવનના શરૂઆતના વર્ષો સાવ સામાન્ય હતા. ગુજરાતના પછાત ગણાતા જિલ્લાઓમાં આવતો દાહોદ. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ. હું મોટેભાગે છેલ્લી બેચ પર બેસનાર વિદ્યાર્થી. ભણવામાં પણ એવરેજ વિદ્યાર્થી જ ગણી શકાય. 58% સાથે એસએસસી પાસ કર્યું હતું. પણ આ બધું મને મારી મંઝિલ સુધી પહોંચતા રોકી ન શક્યું.

નોકરી કરતાં-કરતાં ચોથા પ્રયાસે યુપીએસસી પરીક્ષા પાસ કરી અને 2010માં IPS તરીકે પંજાબ કેડરમાં જોડાયો. આજે હું નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીમાં એસ.પી. તરીકે જોડાયો છું. NIA ત્રાસવાદી અને આતંકવાદી વિરોધી કેસની તપાસ કરતી પ્રીમિયર સંસ્થા છે. હું દાહોદનો કેન્દ્રીય સિવિલ સર્વિસ પાસ કરનાર પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છું.’

ગુજરાતી IPS અધિકારી ઘ્રુમન નીંબાળે 10 વર્ષથી પંજાબ પોલીસમાં કાર્યરત
આ શબ્દો છે પંજાબ કેડરના ગુજરાતી IPS અધિકારી ઘ્રુમન નીંબાળેના. તેઓ NIAમાં એસ.પી. તરીકે જોડાયા છે. 2010થી તેઓ પંજાબમાં ફરજ બજાવતા હતા. પંજાબમાં શ્રી મુખસર સાહેબ, હોશિયારપુર, મોગા, તરન તારણ જિલ્લામાં એસએસપી તરીકે કામ કર્યું છે. પંજાબ એટીએસમાં સવા બે વર્ષ સુધી ઉત્તમ કામગીરી કરી હતી જે NIAમાં હાલની પસંદગી પાછળ મહત્વનું કારણ બની છે. પંજાબ પસંદ કરવાનું ખાસ કારણ આતંકવાદનો પંજાબમાંથી બહાદુરીપૂર્વક ખાતમો કરનાર કેપીએસ ગીલનો પ્રભાવ હતો.

3200થી વધુ CCTV જોઈ 12 દિવસમાં કેસ ઉકેલ્યો
તેઓ પંજાબના તરણતારણ જિલ્લામાં એસ.એસ.પી. હતા ત્યારે કોમરેડ બલવીંદર સિંઘની (નાગરિક તરીકે આતંકવાદીઓ વિરુદ્ધ કામ કરવા માટે “શોર્ય ચક્ર” મળ્યો હતો) આતંકવાદીઓ દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.

કોમરેડ બલવીંદર સિંઘ, એમના પત્ની, ભાઈ અને ભાભી એમ ચાર જણને આતંકવાદની સામે લડાઈ લડવા માટે શોર્ય ચક્ર મળેલો જે દેશમાં એકમાત્ર કિસ્સો છે.

ટોટલ બ્લાઇન્ડ મર્ડર હતું અને કોઈ લીડ ન હતી. 3200 કરતાં વધારે સીસીટીવી કેમેરા જે ભિખીવિંડ (તરણ તારણ)થી લુધિયાણા સુઘી 143 કિમીના રૂટ પર ફેલાયેલા હતા એના દ્વારા આરોપીઓને આઠ દિવસમાં ઓળખી, 12 દિવસમાં પકડી લીધા હતા. આ કેસ પછી NIA ને સોંપવામાં આવ્યો હતો જેમણે તપાસને વખાણી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page