Monday, April 15, 2024
Google search engine
HomeNationalદીકરી ફેરા ફરે તે પહેલાં જ પિતાનું મોત, સમાજે લાખો રૂપિયા ઉઘરાવીને...

દીકરી ફેરા ફરે તે પહેલાં જ પિતાનું મોત, સમાજે લાખો રૂપિયા ઉઘરાવીને લાડલીનું કર્યું કન્યાદાન

સામાજિક વ્યવહારોમાં અગ્રણી રહેતા રાજસ્થાનમાં ફરી એકવાર એકવાર એક વિરલ કિસ્સો જોવા મળ્યો છે. જેમાં પિતાને ખોઈ ચૂકનાર એક દુલ્હન માટે સમાજના લોકોને થોડા જ કલાકોમાં લાખો રૂપિયા ભેગા કર્યા અને કન્યાદાન તરીકે દીકરીના ખાતામાં જમા કરાવ્યા. થનાર જમાઈની વ્યવહારિક સૂજબૂજનાં પણ લોકોએ ખૂબ વખાણ કર્યાં. આ ઘટના રાજસ્થાનના દૌસા જિલ્લાની છે.

નાંગલ રાજાવતાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બડગાંવ વિસ્તારમાં રહેતી દુલ્હન આચુકી સૈની ઉર્ફ આશુનાં લગ્ન 15 ફેબ્રુઆરીએ થયાં. દુલ્હનના ઘરમાં લગ્નની ખુશીઓ દરમિયાન, લગ્નના ફેરાના થોડા જ કલાકો પહેલાં પિતાનું અવસાન થયું.

પરિવાર તૂટી ગયો અને દીકરીએ લગ્ન કરવાની પાડી દીધી. સમાજના મોટા લોકોએ સમજાવી ત્યારે દીકરી લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ. લગ્નના ફેરા દરમિયાન પણ તે ચોરીમાં બેભાન થઈને ઢળી પડી. બીજી તરફ કસબાના અને આસપાસના લોકોને કન્યાદાનની બરાબર પહેલાં ખબર પડી કે, પિતા કિશોર મલ સૈનીનું અવસાન થયું છે, ત્યાં યુવાનો મદદ માટે આવી ગયા.

બીજી તરફ વર પક્ષનાં પણ ખૂબ વખાણ કરવામાં આવી રહ્યાં છે. દૂલ્હા રાજેન્દ્ર અને તેના પરિવારને જ્યારે ખબર પડી કે, દુલ્હનના ઘરે શું થયું છે, તો તેમણે પણ લગ્નની બધી જ ઝાકમઝોળ રદ કરી દેવામાં આવી. ઘોડી, જાન, આતિશબાજી, જમણવાર બધુ જ રદ કરી દેવામાં આવ્યુ. વરરાજા મોડી રાત્રે ચાર મહેમાનોને લઈને કારમાં આવ્યા. સાવ સાદગીથી લગ્નના ચાર ફેરા ફરવામાં આવ્યા અને દુલ્હનની વિદાય કરવામાં આવી.

આ દરમિયાન સમાજના લોકોએ વૉટ્સએપ પર કન્યાદાનનું ગૃપ બનાવ્યું. એક કલાકમાં તેમાં 400 કરતાં વધારે લોકો જોડાયા. ત્યારબાદ આ સંખ્યામાં સતત વધારો થતો જ રહ્યો અને દીકરીના ખાતામાં રૂપિયા જમા થવાના શરૂ થઈ ગયા. કહેવાય છે કે, બુધવારે સાંજથી મોડી રાત સુધીમાં લગભગ અઢી લાખ રૂપિયા જમા થઈ ગયા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page