Tuesday, April 23, 2024
Google search engine
HomeGujaratગુજરાતના વરરાજાએ લગ્નમંડપમાં કર્યું એવું કામ કે ચારેબાજુ થઈ રહ્યા છે વખાણ

ગુજરાતના વરરાજાએ લગ્નમંડપમાં કર્યું એવું કામ કે ચારેબાજુ થઈ રહ્યા છે વખાણ

રાજસ્થાનમાંથી વારંવાર એવા સમાચાર આવતા હોય છે કે, દહેજ માટે સાસરિયાંના ત્રાસના કારણે પરિણીતાએ સ્યુસાઈડ કર્યું અથવા તેની હત્યા કરી નાખવામાં આવી. પરંતુ આજકાલ રાજસ્થાનમાં એક નવો જ કિસ્સો અને વિચારસરણી જોવા મળી છે. અહીંની યુવા પેઢી લગ્નમાં શગુન તરીકે લાખો રૂપિયાની જગ્યાએ માત્ર 11, 21 કે 51 રૂપિયા લઈને લગ્ન કરી રહ્યા છે. આવી જ એક ઘટના રાજસ્થાનના સિરોહી જિલ્લામાં જોવા મળી છે.

લાખો રૂપિયાના દહેજનો લોભ છોડી દુલ્હાએ લીધા માત્ર 11 રૂપિયા
અહીં થયેલ એક લગ્નમાં લાખો રૂપિયાના શગુનના બદલામાં દુલ્હાએ શગુનમાં માત્ર 11 રૂપિયા લીધા છે. વાસ્તવમાં મૂળ ગુજરાતી એવા જયસિંહનાં લગ્ન મગરીવાડાનાં લગ્ન જિનલ સાથે થયાં. અહીં ચાંદલાવિધી દરમિયાન દુલ્હાને જિનલના પરિવારે 1.11 લાખ રૂપિયા આપ્યા.

પરંતુ જયે આ પૈસા પાછા આપી દીધા. જયે કહ્યું કે, તેના માટે સૌથી મહત્વની તેની દુલ્હન જ છે. તો દુલ્હાના કાકા મહેન્દ્રએ લગ્ન સમારંભ દરમિયાન જ જણાવ્યું કે, રોકડા રૂપિયા નહીં, પરંતુ અમારા ઘર માટે તો અમારા ઘરની નવી વહુ જ સાચુ દહેજ છે. અત્યારે તો આખા રાજસ્થાનમાં આ લગ્નની ચર્ચા છે.

બદલાવની પહેલ થઈ રહી છે રાજસ્થાનમાં
ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનમાં આ પહેલી એવી ઘટના નથી, જેમાં દુલ્હાએ લગ્નમાં લાખોનું દહેજ લેવાની ના પાડી છે અને શુકનમાં માત્ર નાનકડી રકમ જ લીધી છે. આ પહેલાં પણ રાજસ્થાનમાં આ પ્રકારનાં 10 લગ્નો થઈ ચૂક્યાં છે.

રાજસ્થાનમાં આજ-કાલ તો એટલો બદલાવ આવ્યો છે કે, પતિના મૄત્યુ બાદ, સાસરિયાં પોતે પુત્રવધુનાં બીજાં લગ્ન કરાવે છે. તેનું કારણ છે વધી રહેલ શિક્ષણ, જેના કારણે સમાજમાં બદલાવ જોવા મળી રહ્યા છે. આજકાલ લોકો સમારંભોમાં નકામા ખર્ચને પણ અટકાવી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page