Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodસિંગર કિંજલ દવે જેઠાલાલના ઘરની મહેમાન બની, દયાભાભીના બેડરૂમમાં પણ મારી લટાર,...

સિંગર કિંજલ દવે જેઠાલાલના ઘરની મહેમાન બની, દયાભાભીના બેડરૂમમાં પણ મારી લટાર, જુઓ તસવીરો

ઘરે ઘરે જાણીતા બનેલી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આવતી દરેક વસ્તુએ દર્શકોના મગજમાં અમીટ છાપ છોડી છે. તે પછી ગોકુલધામ સોસાયટી હોય કે ગડા ઈલેક્ટ્રોનિક્સ. એવી જ રીતે જેઠાલાલના ઘરની દેશી સઝાવટ પણ ગુજરાતી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. તેમાં પણ ઘરમાં રહેલો હિંચકો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દરમિયાન ગુજરાતની સ્ટાર સિંગર કિંજલ દવેએ મંગેતર સાથે સેટની મુલાકાત લીધી હતી.

સિંગર કિંજલ દવેએ તેના મંગેતર પવન જોશી સાથે મુંબઈમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ જ્યાં શૂટ થાય છે સેટની મુલાકાત લીધી હતી. કપલે જેઠાલાલના ઘરમાં જે હિંચકો હતો તેના પર બેસીને તસવીરો પણ ખેંચાવી હતી.

સિંગર કિંજલ દવે અને મંગેતર પવન જોષી સેટ પર જેઠાલાલ એટલે કે દિલપી જોષીને મળ્યા હતા. દિગ્ગજ કલાકાર દિલીપ જોષીને મળીને સિંગર કિંજલ દવે ઉત્સાહમાં આવી હતી. કપલે દિલીપ જોષી સાથે તસવીરો પણ ખેંચાવી હતી.

મુંબઈમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના સેટ પરની કિંજલ દવેની આ મુલાકાતમાં મંગેતર પવન જોષી ઉપરાંત ભાઈ આકાશ દવે અને સિંગર પાર્થિવ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યો હતો.

આ અંગે પવન જોષીએ સોશ્યિલ મીડિયામાં જેઠાલાલ સાથેની તસવીર પણ શૅર કરી છે. જેના કેપ્શનમાં લખ્યું- અંતે, મારા સૌથી ફેવરિટ એક્ટર તથા કોમેડીના કિંગ દિલીપ જોષી સર સાથે મિટિંગ થઈ.

આ તકે સિંગર કિંજલ દવે ખૂબ સુંદર લાગતી હતી. તેણે ટોપ અને જીન્સ પહેર્યું હતું. મંગતેર પવન જોષી શર્ટ અને પેન્ટમાં હતો. જ્યારે જેઠાલાલ કૂર્તામાં સજ્જ હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page