Thursday, April 18, 2024
Google search engine
HomeFeature Rightવડોદરા પૂરઃ પાણીમાં બાઈક ડૂબવા લાગતાં Zomatoના ડિલિવરી બોયે જે કર્યું તે...

વડોદરા પૂરઃ પાણીમાં બાઈક ડૂબવા લાગતાં Zomatoના ડિલિવરી બોયે જે કર્યું તે માનવામાં આવે તેવું નહોતું

વડોદરાઃ ફૂડ એપ ઝોમેટો આજકાલ ચર્ચામાં છે. એક ગ્રાહકે મુસ્લિમ ડિલિવરી બોય પાસેથી ભોજન લેવાની ના પાડી હતી અને ઝોમેટોએ કહ્યું હતું કે ભોજનનો કોઈ ધર્મ નથી. આ એક ધર્મ છે. જેના ઘણાં જ વખાણ થઈ રહ્યાં છે. ઝોમેટાના માલિકે પણ કંપનીની વાતને સપોર્ટ કર્યો હતો. જોકે, કેટલાંક લોકોએ ગ્રાહકનો બચાવ કર્યો હતો અને એપ પોતાના ફોનમાંથી કાઢી નાકી હતી. આ દરમિયાન ગુજરાતનો એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઈ દરેકના ચહેરા પર હાસ્ય આવી ગયું છે. આ વીડિયો ઘણો જ શૅર કરવામાં આવ્યો છે.

પૂર દરમિયાન આ વીડિયો શૅર થયો
વડોદરામાં એક જ દિવસમાં 17 ઈંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો. જેને કારણે આખું શહેર પાણીમાં ડૂબી ગયું હતું. લોકો ઘરની બહાર આવી શકે તેમ નહોતાં. આ સમય દરમિયાન ફૂડ એપ ઝોમેટોનો ડિલિવરી બોય ભોજન ડિલિવર કરવા પહોંચ્યો હતો. જોકે, રસ્તામાં તેનું બાઈક ખરાબ થઈ ગયું હતું. ત્યારબાદ લોકોએ મદદ કરી હતી. આ વીડિયો રુત્વિક પટેલે ટ્વિટર પર શૅર કર્યો છે.

ટ્વીટ કરીને કહી આ વાત
રુત્વિક પટેલે વીડિયો શૅર કરીને કહ્યું હતું કે ગુજરાતના વડોદરા શહેરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રસ્તાઓ પર ઘુંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. અહીંથી એક ઝોમેટોનો ડિલિવરી બોય બાઈક ખેંચીને જતો હતો. પાણીને કારણે તેનું બાઈક ખરાબ થઈ ગયું હતું. તેણે કસ્ટમને ફોન કરીને ભોજન ડિલિવર કર્યું. આ વીડિયોની ઘણી જ પ્રશંસા થઈ રહી છે.

અનેક વિસ્તારો પાણીમાં
મૂશળધાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ધોવાઈ ગયા છે. સોસાયટી તથા દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે લોકોની સ્થિતિ ઘણી જ ખરાબ બની છે. રેલવે પાટાઓ પણ પાણીને કારણે ધોવાઈ જતા અનેક ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page