Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalમહિલા ASIને મળ્યું એવું કારમું મોત કે પરિવારની રડી રડીને હાલત બેહાલ

મહિલા ASIને મળ્યું એવું કારમું મોત કે પરિવારની રડી રડીને હાલત બેહાલ

‘ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થશે?’ અત્યારે આપણે બેઠાં છીએ ને પછીની ક્ષણે શું થશે તે કોઈને ખ્યાલ નથી. આવું જ કંઈક મહિલા એએસઆઇ સાથે બન્યું હતું. તે તો ડ્યૂટી માટે ઘરની બહાર નીકળી હતી, પરંતુ તેને સપનેય ખ્યાલ નહોતો કે તેની સાથે શું બનવાનું છે.

હરિયાણામાં અંબાલાની નારાયણગઢમાં નગરપાલિકાની ઇલેક્શન ડ્યૂટી પર જતાં સમયે એક મહિલા એએસઆઇનું રોડ અકસ્માતમાં મોત થયું છે. સુમન 38 વર્ષની હતી અને નારાયણગઢ પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતી. તે કૈથલમાં રહેતી હતી. રવિવાર, 19 જૂનના રોજ તે કૈથલ સ્થિત ઘરેથી નીકળીને નારાયણગઢ જતી હતી. સવારે છ વાગે અકસ્માત સર્જાયો હતો. રસ્તે જનારે 112 પર ફોન કરીને રોડ એક્સિડન્ટની માહિતી આપી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ કરીને લાશ પરિવારને આપી દીધી છે.

ઇલેક્શન ડ્યૂટી પર જતી હતીઃ પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, અંબાલા-નારાયણગઢ માર્ગ પર ગરનાલા ગામડું આવેલું છે. એએસઆઇ સુમન સવારે કારમાં ડ્યૂટી પર જતી હતી. કૈથલ નિવાસા ધર્મવીરે પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે તેની પત્ની સુમન નગરપાલિકાની ઇલેક્શન ડ્યૂટીમાં જતી હતી. તે મિત્ર વિમિલ કુમાર સાથે કોઈ કામ અર્થે શહઝાદપુર જવાનો હતો. તે બંને વિમિલની કારમાં સવારે ચાર વાગે નીકળ્યા હતા.

પત્ની પોતાની કારમાં ડ્યૂટી પર ગઈ હી. સવારે છ વાગે તેની કાર ગરનાલા ગામડાં નજીક આવી તો કોઈ અજાણી કારે ટક્કર મારી હતી. આ ટક્કરમાં સુમનની કારનું બેલેન્સ બગડ્યું અને કાર રસ્તા પરથી ઉતરીને ઝાડ સાથે અથડાઈ હતી. સુમન બેભાઈ થઈ ગઈ હતી અને તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.

પોલીસે તપાસ શરૂ કરીઃ પોલીસની પતિની ફરિયાદ બાદ અજાણી કાર ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page