Thursday, April 18, 2024
Google search engine
HomeRecipeચોખા અને અડદના પાપડ તો બહુ ખાધા, હવે ઘરે બનાવો સોજીના પાપડ

ચોખા અને અડદના પાપડ તો બહુ ખાધા, હવે ઘરે બનાવો સોજીના પાપડ

અમદાવાદઃ બહારને બદલે ઘરના પાપડ ખાવાનું લોકો વધુ પસંદ કરતા હોય છે. સામાન્ય રીતે આપણે ચોખા કે અડદના પાપડ ખાતા હોઈએ છીએ. આજે અમે તમને શીખવીશું સોજીના પાપડ કેવી રીતે બનાવવામાં આવે. સોજીના પાપડ બનાવવા ઘણાં જ સરળ છે.

સામ્રગીઃ
1 કપ સોજી
6 કપ પાણી
1 નાની ચમચી જીરું
1 નાની ચમચી મીઠું
1 નાની ચમચી તેલ
તળવા માટે તેલ

રીતઃ
1. એક મોટા વાસણમાં (શક્ય હોય તો એલ્યુમિનિયમનું તપેલું લેવું) છ કપ પાણી, જીરું, મીઠું, તેલ તથા સોજી નાખીને મિક્સ કરો. ધ્યાનમાં રહે કે સોજી એકરસ થઈને મિક્સ થવી જોઈએ.
2. હવે, તેજ આંચ પર સોજીને સતત હલાવતા રહો. અંદાજે પાંચથી સાત મિનિટ સુધી હલાવતા રહો.
3. સાત-આઠ મિનિટ બાદ ગેસ બંધ કરો.
4. ચાર-પાંચ થાળીમાં તેલ લગાવીને ખીરું ચમચા લઈને થાળીમાં નાના નાના પાપડમાં ફેલાવો.
5. તમામ મિશ્રણ આ રીતે જ થાળીમાં ફેલાવી દો.
6. તડકો વધુ હોય તો બે દિવસ નહીંતર ત્રણ દિવસ ખુલ્લામાં સુકવી લો.
7. ત્રણ દિવસ બાદ પાપડ એકદમ સૂકાઈ ગયા હશે.
8. મધ્યમ આંચ પર તેલમાં તમામ પાપડ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
9. પાપડ પર થોડો ચાટ મસાલો નાખો.

નોંધઃ
1. સોજી નાની કે બારીક ગમે તે લઈ શકો છો.
2. પાપડનું મિશ્રણ ગરમ હોય ત્યારે જ થાળીમાં ફેલાવવું. જો તે ઠંડું થઈ જશે તો ફેલાવી શકાશે નહીં.
3. જો મિશ્રણ ઠંડું થઈ જાય તો તેમાં થોડું પાણી નાખીને ગરમ કરો અને પછી પાપડ બનાવો.
4. પાપડ સુકાયા બાદ દર 2 કલાકે ફેરવવામાં આવે તો વધારે વળી જશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page