Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalગર્લફ્રેન્ડ સાથે એકાંત માણવા તેના ઘરના ધાબા પર ગયો યુવક પછી જે...

ગર્લફ્રેન્ડ સાથે એકાંત માણવા તેના ઘરના ધાબા પર ગયો યુવક પછી જે કાંડ થયો તે જાણી તમે ચોંકી જશો

હૈદરાબાદના એક યુવકને પ્રેમિકાને તેના ઘરે મળવા જવાનું ભારે પડ્યું હતું. એક રિપોર્ટ અનુસાર, હૈદરાબાદનો એક યુવક તેની પ્રેમિકાને અડધી રાત્રે મળવા માટે તેના ઘરે ગયો હતો પરંતુ ચોથા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. એક ચોંકાવનારી ઘટના હૈદરાબાદના બોરાબંદા વિસ્તારમાં બની છે.

ગર્લફ્રેન્ડને મળવા ધાબા પર પિઝા લઈને ગયો

20 વર્ષીય મોહમ્મદ શોએબ તેની બાજુમાં રહેતી એક છોકરીના પ્રેમમાં હતો અને અવારનવાર તેઓ બહાર મળતાં હતા. એક દિવસે તેણે તેના ઘરના ધાબા પર ગર્લફ્રેન્ડને મળવાનું નક્કી કર્યું અને આ માટે તેણે પીઝા લઈને ગયો હતો. તેઓ બંન્ને ટેરેસ પર મળ્યા હતા પરંતુ અચાનક યુવક ચોથા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું.

ચોથા માળેથી નીચે પટકાતાં મોત

યુવક અડધી રાત્રે પિઝા લઇને તેની ગર્લફ્રેન્ડને મળવા તેના બિલ્ડિંગના ટેરેસ પર ગયો હતો. બન્નેએ સાથે સમય પસાર પણ કરવા લાગ્યાં હતા અને પિઝા ખાતા રહ્યાં હતા. એટલામાં શોએબે ગર્લફ્રેન્ડના પિતાના આવવાનો અવાજ સાંભળ્યો અને તેને બીક લાગી કે તે જોઈ જશે. જેથી તે ગભરાઇને ધાબાની કિનારે સંતાઇ ગયો હતો. તે કેટલાક લટકતા વાયરનો સહારો લેવાનો પ્રયાસ કરતી વખતે નીચે પડી ગયો હતો. શોએબ બિલ્ડિંગના ચોથા માળેથી પડી જતાં તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને ઈજાઓથી તેનું મૃત્યુ થયું હતું.

યુવકના પિતાએ લગાવ્યો હત્યાનો આરોપ

ગર્લફ્રેન્ડના પિતાને પોતાના અફેરની ખબર ન પડે એટલે શોએબ સંતાવા જતાં નીચે પડ્યો જેમાં તેનું મોત થયું હતું. રાત હોવાથી સવાર સુધી કોઈને ખબર પડી નહોતી. વહેલી સવાર કોઈની લાશ પડી હોવાનું ધ્યાનમાં આવતાં હોબાળો મચ્યો હતો. શોએબના પિતાએ તેમના પુત્રની હત્યા થઈ હોવાની ફરિયાદ દાખલ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page